ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, 300થી વધુ ઘાયલ
ઇન્ડોનેશયાના મુખ્ય ટાપુ જાવામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 5.6ની માપવામાં આવી છે.
ઇન્ડોનેશયાના મુખ્ય ટાપુ જાવામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 5.6ની માપવામાં આવી છે. હાલ ઇન્ડોનેશિયામાં ભૂકંપના પગલે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ભૂકંપના કારણે ભયનો માહોલ
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારના રોજ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6માપવામાં આવી હતી.
સ્થાનિક સમાચારોના અહેવાલ મુજબ ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ પછી સમાચાર આવ્યા કે, આ વિનાશક ભૂકંપના આંચકામાં 20 લોકોના મોત થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જીઓફિઝિક્સ એજન્સી BMKG ના સત્તાવાર અહેવાલો અનુસાર, પશ્ચિમ જાવામાં Cianjur ભૂકંપનુંકેન્દ્ર રહ્યું હતું.
ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જિયોફિઝિક્સ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ લગભગ 10કિલોમીટર હતી. ભૂકંપના કારણે ઈમારતો ધ્રૂજવા લાગી, ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.
આ દરમિયાન લોકોએ કેટલીક સેકન્ડો સુધી રસ્તાઓ પર કંપન અનુભવ્યું હતું. BMKGના વડા દ્વિકોરિતા કર્ણાવતીએ સંસદ ભવનમાં પત્રકારો સાથે વાત કરતા લોકોને આફ્ટરશોક્સના કિસ્સામાં તેમના ઘરની બહાર રહેવાની સલાહ આપી છે. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

18 નવેમ્બરના રોજ પણ આવ્યા હતા આંચકા
આ પહેલા પણ 18 નવેમ્બરની સાંજે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, ભૂકંપભારતીય સમય અનુસાર સાંજે 7.07 કલાકે આવ્યો હતો.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા એક અહેવાપમાં જણાવ્યું છે કે, ઇન્ડોનેશિયાના સુમાત્રાના દક્ષિણપશ્ચિમમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ ભૂકંપમાં કોઈજાનહાનિના સમાચાર નથી, પરંતુ આજના ભૂકંપમાં 20 લોકોના મોત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
