માતાએ સિરિંજ વડે 14 વર્ષની પુત્રીને બનાવી ગર્ભવતી
લંડન, 30 એપ્રિલ: યૌન સંબંધ બાંધીને અથવા આઇવીએફના માધ્યમથી બાળક પેદા કરવાની વાતને તમે જાણતા હશો, પરંતુ લંડનની એક મહિલાએ સિરિંજના માધ્યમથી વીર્ય ઇજેક્ટ કરી બાળકને જન્મ આપ્યો છે. આ ક્રુરતા તેની સાથે બીજા કોઇ પર નહી પરંતુ પોતાની 14 વર્ષની બાળકી પર ગુજારી છે. આ સમાચાર લંડનના છે, જ્યાં એક માતાએ ઇન્ટરનેટના માધ્યમથી સ્પર્મ ખરીદ્યા અને પોતાની પુત્રીને ગર્ભવતી બનાવી દિધી. આ કામને પાર પાડવા માટે તેને સિરિંજનો ઉપયોગ કર્યો.
આ ચોંકાવનાર સમાચાર લંડનમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ કિસ્સો ત્યાર પ્રકાશમાં આવ્યો જ્યારે જન્મ લેનાર બાળકને તેની નાની છિનવી લીધો અને સ્તનપાન કરાવવાની મનાઇ કરી દિધી. પોલીસે તત્પરતા દાખવતાં તેને ધરપકડ કરી લીધી અને કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે.
આ સમાચાર લંડનના છે, જ્યાં એક મહિલા કેટલાક વર્ષોથી સિંગલ મધરના રૂપમાં રહેતી હતી. તેને ચાર બાળકો દત્તક લીધા હતા, પરંતુ વર્ષ 2008માં તેને વધુ એક બાળકની ઇચ્છા પેદા થઇ. તે પોતે તો મા બની શકે તેમ ન હતી, અને નવું બાળક દત્તક લેવા માંગતી ન હતી, માટે તેને પોતાની સૌથી મોટી 14 વર્ષીય પુત્રી જેસિકા (કાલ્પનિક નામ)ને પસંદ કરી. જ્યારે તેને જેસિકા પર માતા બનાવાનું દબાણ નાખ્યું તો જેસિકા તેના માટે તૈયાર ન થઇ. જેસિકાની માતાએ જેસિકા પર એક યુવક સાથે સંબંધ બાંધવાનું દબાણ નાખ્યું તો પણ તે તૈયાર ન થઇ.
આ વાતને લઇને ઘરમાં જોરદાર ઝઘડો થયો અને તે દિવસ જ જેસિકાની માતાએ દ્રઢ નિર્ણય કરી લીધો કે તે જેસિકાને માતાની બનાવીને જ રહેશે. તેને ઇન્ટરનેટના માધ્યમથી સ્પર્મ બેંકની શોધ શરૂ કરી. ત્યારે તેનો સંપર્ક ડેનમાર્કના સ્પર્મ બેંક સાઇરોસ સાથે થયો, જે સ્પર્મ એટલે કે વીર્ય પુરૂ પાડવા માટે તૈયાર થઇ ગયો. બેંક પાસે તેને સ્પર્મની હોમ ડિલેવરીની માંગણી કરી અને તેને તે સુવિધા મળી ગઇ.

ડેનમાર્કના સ્પર્મબેંકમાંથી જ્યારે તેને વીર્ય મળ્યું, તો તેને વીર્યને એક સિરિંઝમાં ભર્યું અને રાત્રે જેસિકાના રૂમમાં જઇને તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજેક્ટ કરી દિધું. બીજા દિવસે જેસિકા ખૂબ રડી, ઘણી હેરાન રહેવા લાગે, પરંતુ તે પોતાની માતાને એટલી હદે પ્રેમ કરતી હતી કે તે પોતાના શરીરને કુર્બાન કરવા માટે તૈયાર થઇ ગઇ. તે પ્રેગનેંટ થવા માટે તૈયાર થઇ ગઇ.
આ ક્રુર માતાએ જેસિકાના પ્રેમનો ગેરફાયદો ઉઠાવતાં નિયમિત રીતે તેના પ્રાઇવેટ પાર્ટમાં વીર્યના ઇન્જેકશન આપવા લાગી. જેસિકાની માતા સતત બે વર્ષ સુધી આમ કરતી રહી અને આમ કરતાં કરતાં જેસિકા 16 વર્ષની થઇ ગઇ હતી અને ગર્ભવતી બની ગઇ. પછી 2010માં મધર્સ ડેના દિવસે જેસિકાએ પોતાની માતાને પ્રેગનેંસી ટેસ્ટના પોઝિટિવ રિપોર્ટ સાથે એક કાર્ડ આપ્યું જેમાં લખ્યું હતું 'આઇ લવ યુ મોમ'.
જેસિકાની માતાએ તેને ચાર દિવાલોમાં કેદ કરી દિધો જેથી પડોશીઓને તેની જાણ ન થાય. 9 મહિના સુધી તે જેસિકાની સેવા કરતી રહી. જેસિકાએ 17 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો. બાળક પેદા થતાં જ પહેલાં દિવસે જ પોતાની પુત્રી પાસેથી બાળકને છિનવી લીધુ. આટલું જ નહી સ્તનપાન કરાવવાની પણ મનાઇ કરી દિધી કારણ કે તે ઇચ્છતી ન હતી કે જેસિકાને નવજાત સાથે લગાવ થઇ જાય અને તેની કરેલી મહેનત પર પાણી ફરી વળે.
આમ આ બધુ જેસિકાને સહન ન થયું અને તેને પોલીસનો સહારો લીધો. પોલીસે જેસિકાની માતાની તાત્કાલિક ધરપકડ કરી લીધી અને જેલના સળિયા પાછળ ધકેલી દિધી. કોર્ટે સોમવારે તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ ખુલાસા બાદ ધ હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એંબ્રયૂ ઓથોરિટી ચકિત રહી ગઇ. આ ઉપરાંત લંડનના સ્વાસ્થ્ય વિભાગે એક તપાસ ગોઠવી છે કે આટલી સરળતાથી સ્પર્મ બેંકમાંથી ડોનર સ્પર્મ કેવી રીતે મળ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
