કુલભૂષણ જાધવ મામલાની આજે ICJમા સુનાવણી થશે
કુલભૂષણ જાધવ મામલાની આજે ICJમા સુનાવણી થશે
હેગઃ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલાની આજે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં સુનાવણી થશે. આ મામલામાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર કોર્ટની અંદર પોતાનો પક્ષ રાખશે. જણાવી દઈએ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વિવાદોનો હલ કરવા માટે આઈસીજેની સ્થાપના કરવામાં આવી હતી. કુલભૂષણ જાધવ પાછલા લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેમના પર પાકિસ્તાને ભારતના જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભારત સતત તેમના પર આરોપોથી ઈનકાર કરતું આવી રહ્યું છે.

વર્ષ 2017માં પાકિસ્તાનની અદાલતે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી, જે બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો રુખ કર્યો હતો. આઈસીજેની 10 સભ્યોવાળી પીઠે 18 માર્ચ 2017ના રોજ આ મામલાની સુનાવણી કરતા જાધવની સજાને રોકવાનો ફેસલો કર્યો હતો. સાથે જ કોર્ટે આ મામલાની સુનાવણી માટે 18-21 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો હતો. આ મામલામાં ભારતની પેરવી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કરી રહ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે આજે પણ તેઓ જ કોર્ટમાં ભારતનો પક્ષ રાખશે.
જાણકારી મુજબ પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશી 19 ફેબ્રુઆરીએ પોતાના દેશ તરફથી આ મામલામાં પોતાનો પક્ષ રાખશે. જે બાદ ફરી એકવાર 20 ફેબ્રુઆરીએ ભારત આ મામલે પોતાનો જવાબ આપશે. 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન આ મામલામાં પોતાની અંતિમ દલીલ રજૂ કરશે, માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ મામલામાં કોર્ટ પોતાનો ફેસલો સંભળાવી શકે છે. પાકિસ્તાનના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અમે પુષ્તા સબુત સાથે તૈયાર છીએ જેનાથી સબિત થઈ જશે કે કેદાર જાધવ પાસે જે પાસપોર્ટ મળ્યો હતો તેમાં મુસ્લિમ નામ લખ્યું હતું.
આ પણ વાંચો- પુલવામાઃ આતંકીઓ સામેના એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
