અવકાશી દુનિયામાં મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે ચીન, જાણો કેમ ખાસ છે વાઈડ ફિલ્ડ ટેલિસ્કોપ?
હવે વિશ્વમાં એક નવી સ્પેસ રેસ શરૂ થઈ છે. અમેરિકા અને સોશિયલ યુનિયનની સ્પેસ રેસ પુરી થયા બાદ હવે એશિયાના બે મોટા દેશ ભારત અને ચીન પમ અવકાશમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આ ક્રમમાં ચીનનું વાઈડ ફિલ્ડ ટેલિસ્કોપ લોંચ થવા માટે તૈયાર છે.
ચીન તેના વાઈડ ફિલ્ડ સર્વે ટેલિસ્કોપને લોંચ કરવા માટે તૈયાર છે. આ ચીની ટેલિસ્કોપ ઉત્તરી ગોળાર્ધમાં સૌથી મોટું ટેલિસ્કોપ હશે. સોશિયલ મીડિયા અનુસાર, ચીનની સ્પેસ એજન્સી થોડા દિવસોમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાને પાછળ છોડી દેશે.

વાઈડ ફિલ્ડ સર્વે ટેલિસ્કોપ એક ખાસ પ્રકારનું ટેલિસ્કોપ છે. ચીનનું આ મોટું ટેલિસ્કોપ અવકાશના અનેક રહસ્યો ઉજાગર કરશે. આ ટેલિસ્કોપની વિશેષતા એ છે કે તેમાં 2.5 મીટરનો પ્રાઈમરી મિરર લાગેલો છે. આ સાથે તેમાં ફોકસ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
આ ટેલિસ્કોપની મદદથી ચીનના વૈજ્ઞાનિકો અવકાશમાં બની રહેલી ખગોળીય ઘટનાઓ પર નજર રાખશે. આની મદદથી વૈજ્ઞાનિકો પોતાની ગેલેક્સી તેમજ અન્ય ગેલેક્સીનો અભ્યાસ શક્ય બનશે.
અહેવાલો અનુસાર, વાઈડ ફિલ્ડ સર્વે ટેલિસ્કોપ બનાવવામાં ચીનને ચાર વર્ષથી વધુનો સમય લાગ્યો છે. આ ટેલિસ્કોપ જુલાઈ 2019 થી ચીનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તેની સ્થાપના ચીનના કિંઘાઈ પ્રાંતના લેંગુ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન બેઝમાં કરવામાં આવી છે. અહીંથી તે તારાઓના ઘણા રહસ્યો જાહેર કરશે.
આવનારા ઘણા મિશન જોતા એશિયા બહુ જલ્દી અવકાશ ક્ષેત્રે યુરોપ અને અમેરિકાને પાછળ છોડી દેશે. હાલ 12 ટેલિસ્કોપ સાથે એક વેધશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે એશિયાની સૌથી મોટી ખગોળશાસ્ત્રીય વેધશાળા હશે. આ કામ વર્ષ 2017થી શરૂ થયું હતું અને ચીન સરકારે તેમાં લગભગ 370 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
