મળો કેટલીક એવી હસ્તીઓથી જે લેફ્ટ હેન્ડથી કરે છે રાઇટ ઓટોગ્રાફ
વોશિંગ્ટન, 13 ઓગસ્ટ: ઇંટરનેશનલ લેફ્ટ હેંડર્સ ડે એટલે કે એ લોકોનો દિવસ જે લોકો ડાબા હાથે લખે છે અને જેમનું તમામ કામ ડાબા હાથે જ થતું હોય. વર્ષ 1991માં આ દિવસની શરૂઆત થઇ હતી અને દર વર્ષ 13 ઓગસ્ટના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસને જાહેર કરવાનો અર્થ એ લોકોમાં રહેલ હીન ભાવનાને ખત્મ કરવાનો હતો જેમને લેફ્ટ હેંડર હોવાના કારણે ઘણા લોકોના સામે મજાક બનવું પડ્યું હતું. આવા લોકો માટે જાગૃતિ અને તેમની સાથે સારા વ્યવહારથી રજૂ કરવાના ઉદ્દેશ્યથી શરૂ થનારા આ દિવસને આજે એક નવું મુકામ મળી ગયું છે.
આજે એક નહીં પરંતુ ઘણા એવા લોકો અંગે દુનિયા જાણે છે જે લેફ્ટ હેંડર છે અને જેમને દુનિયામાં અલગ-અલગ કારણોથી નામના મળેલી છે.
કેટલાંક રસપ્રદ તથ્યો
- લેફ્ટ હેંડર્સ ભલે જમણા હાથે કોઇ ડિજાઇન બનાવે પરંતુ તેનું વલણ હંમેશા લેફ્ટ તરફ હોય છે.
- જુડવા બાળકોમાંથી એકના લેફ્ટ હેંડર હોવાની સંભાવના સૌથી વધારે હોય છે.
- પાણીની અંદર કોઇપણ વસ્તુને ઓળખવાની ક્ષમતા લેફ્ટ હેંડર્સ જલદી પરિપક્વ થઇ જાય છે.
- અમેરિકાના એપોલો મિશન પર જનારા દરેક ચાર અંવકાશ યાત્રિયોમાંથી એક લેફ્ટ હેંડર હતો.
- લેફ્ટી ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેમનામાં કલ્પના કરવાની ક્ષમતા વધારે તેજ હોય છે.
તસવીરોમાં જુઓ દુનિયાના ખાસ લેફ્ટ હેંડર્સ વિશે...

બરાક ઓબામા
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા લેફ્ટ હેંડર છે. જોકે ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લેફ્ટી ચર્ચામાં સારા નથી હોતા, પરંતુ ઓબામાએ લગભગ તે રિચર્ચને ખોટા સાબિત કરી દીધા છે.

ડેવિડ કેમરૂન
બ્રિટેનના પીએમ પણ પોતાના નજીકના મિત્ર બરાક ઓબામાની જેમ જ લેફ્ટી છે. કેમરૂનની માનીએ તો તેમને તેમાં ક્યારેય ખચકાટ નથી થયો.

રોનાલ્ડ રીગન
અમેરિકાના 40માં રાષ્ટ્રપતિ તરીકે જાણીતા રોનાલ્ડ રીગન પણ લેફ્ટી હતા. જોકે તેઓ હંમેશા મજાકમાં કહેતા હતા કે જમણા હાથે પણ લખીને બતાવી શકું છું.

બિલ ક્લિંટન
વધુ એક અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પણ આ જ ક્લબમાં સામેલ છે. જોકે આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાંય દાયકામાં અમેરિકાને સાતમાંથી પાંચ રાષ્ટ્રપતિ લેફ્ટી મળ્યા છે.

અમિતાભ બચ્ચન
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ લેફ્ટ હેંડર ક્લબમાં સામેલ છે. અમિતાભનું માનવું છે કે લેફ્ટ હેંડેડ હોવું તેમના માટે લકી છે.

સચિન તેંડુલકર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેમણે મેદાનમાં રમ્યા તો રાઇટ હેંડેટ, પરંતુ તેઓ છે લેફ્ટ હેંડેડ.

બિલ ગેટ્સ
માઇક્રોસોફ્ટના ફાઉંડર બિલ ગેટ્સ આજે દુનિયાભરના યુવાઓના આદર્શ છે. ગેટ્સની માનીએ તો તેઓ જમણા હાથે ક્યારેય સારી હેંડરાઇટિંગ પણ નથી બનાવી શક્યા, એટલા માટે તેમમે લેફ્ટ હેંડથી શરૂઆત કરી હતી.

સ્ટીવ જોબ્સ
ખડૂસ બોસ તરીકે જાણીતા જાણીતા એપ્પલના કો-ફાઉંડર સ્ટીવ જોબ્સે લેફ્ટ હેંડથી જ એપ્પલના દરેક પ્રોડક્ટને માર્કેટમાં લોંચ કર્યું છે.

માર્ક ઝુકરબર્ગ
ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ આ જ ક્લબમાં સામેલ છે. અને તેમને ઓટોગ્રાફ લેફ્ટ હેંડથી આપવામાં કોઇ પ્રોબ્લેમ નથી.

જોન મેકનૈરો
ટેનિસના બાદશાહ અને ઘણા ખેલાડીઓના આદર્શ જોન મેકનેરો માત્ર લેફ્ટ હેંડ ઓટોગ્રાફ જ નહીં પરંતુ વિનિંગ શોટ પણ આ જ હાથથી લગાવતા હતા.

લિયોનલ મેસી
હા, સ્ટાર ખેલાડી મેસી પણ આજે આ દિવસને સેલિબ્રેટ કરનારી હસ્તી છે.

જૂલિયા રોબર્ટ
પ્રીટી વુમન જૂલિયા રોબર્ટની માતાએ ઘણી વાર જમણા હાથે જ કામ કરવા કહેતી હતી પરંતુ તેને ડાબા હાથે જ કામ કરવામાં મજા આવતી હતી.

પ્રિંસ વિલિયમ
બ્રિટેનના શાહી પરિવારના લાડલા પ્રિંસ વિલિયમ જે રોયલ એરફોર્સમાં ઓફિસર છે, લેફ્ટ હેંડથી જ કામ કરે છે.

ઓફ્રા વિન્ફ્રે
પોતાના સંઘર્ષ અને બુદ્ધિમતાના દમ પર યુવાઓમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી ચૂકી છે ઓફ્રા વિન્ફ્રે.

ચાર્લી ચેપ્લિન
દુનિયાને કોમેડીની નવી-નવી વાતોથી પરિચિત કરાવનાર અને આજ સુધી સૌને હસવા પર મજબૂર કરનાર ચાર્લી ચેપ્લીન પણ લેફ્ટી હતા.

ન્યૂટન
આપે ન્યૂટનનો લૉ ઓફ ગ્રેવિટી તો વાંચ્યો હશે, તો હવે આપ એ પણ જાણી લો કે તેમના જનક સર ન્યૂટન પણ ડાબા હાથથી કામ કરતા હતા.

લિયોનાર્ડો ધ વિંચી
મોનાલિસાની પેઇંટિંગમાં રહસ્યમયી મુસ્કાન લિયોનાર્દો ધ વિંચી પણ લેફ્ટ હેંડી હતા.

સ્ટીવ ફોર્બ્સ
દુનિયાભરના અમીરોનો રેકોર્ડ ધરાવનાર ફોર્બ્સ મેગેજીનના સ્ટીવ ફોર્બ્સ પણ લેફ્ટી જ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
