અમેરિકામાં મોદી અને ઓબામા વચ્ચે સાથે આ બાબતો રહેશે ચર્ચામાં
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અમેરિકા મિશનને પૂર્ણ કરવા માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. જ્યાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સમયાનુસાર મોદી રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ ન્યૂયોર્કના જેકેએફ હવાઇ મથકે ઉત્યારં જ્યાં અમેરિકન હસ્તીઓ સાથે ભારતીય અધિકારીઓ તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યાં હતા. આજે મોદી યુએન એસેમ્બલીને સંબોધિત કરવાના છે અને એ માટે મોદીએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નોંધનીય છેકે, 2002ના રમખાણો બાદ ઉભા થયેલા વિઝા વિવાદ બાદ મોદી પહેલીવાર અમેરિકા જઇ રહ્યાં છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ મોદીને મળવા માટે ઘણા જ ઉત્સુક દેખાઇ રહ્યાં છે.
અમેરિકા પહોંચતાની સાથે જ મોદી પોતાના મિશનમાં લાગી ગયા છે. મોદીએ ન્યૂયોર્ક શહેરના મેયર ડે બ્લાસિયો સાથે મુલાકાત કરી હતી. મેયરે તેમનું ઉષ્ણાભર્યું સ્વાગત કર્યું હતું. બન્ને નેતાઓએ આ તકે અનેક મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી. જેમાં મુખ્ય વાત બન્ને દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે વાત કરી હતી. મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન ભારત સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે તો અમેરિકા પણ ભારતનો સહયોગ મેળવવા અને સહયોગ આપવા માટે કેટલીક બાબતો અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે અમેરિકા અને મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન કયા કયા મુદ્દાઓ પર ખાસ ચર્ચા થઇ શકે છે.

આઇએસઆઇએસ વિરોધી ગઠબંધન
અમેરિકા દ્વારા આઇએસઆઇએસ વિરોધી અભિયાન હાથ ધર્યું છે, જેમાં તેને સાઉદી અરબ સહિત અનેક અરબ દેશોનો સહયોગ મળ્યો છે. જેમા અમેરિકા ભારતને અફઘાનિસ્તાનમાં મોટી ભૂમિકા આપી શકે છે. જેમાં લોકોને સાધનો એકઠા કરાવવા સંદર્ભે હોઇ શકે છે. આ ઉપરાંત ઓબામા આઇએસઆઇએસ વિરોધી ગઠબંધનમાં ભારતને એક નાની ભૂમિકા આપી શકે તેવુ મનાઇ રહ્યું છે.

નવી પેઢીના વિમાનને વિકસાવવા સંદર્ભે
ભારત-અમેરિકન સંબંધોને નવી દિશા આપનારા એસ્લી ટેલિસ સંભવતઃ એ વસ્તુઓની જાણકારી આપી શકે છે, જે ભારતને આપવામાં આવનારા પ્રસ્તાવના રૂપમાં હોય. જેમાં ઓબામા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી પેઢીના વિમાન વિકસિત કરવાની ટેક્નિક આપવાનું વચન આપી શકે છે.

ભારતને બનાવી શકે છે બહુપક્ષીય પરમાણુ અપ્રસાર સમજૂતિનો હિસ્સો
આ ઉપરાંત તે ભારતને મોટી માત્રામાં તેલ અને ગેસની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા અંગે વાત કરી શકે છે. અથવા તો પછી પરમાણુ સમજૂતિ હેઠળ ભારતને બહુપક્ષીય પરમાણુ અપ્રસાર સમજૂતિનો ભાગ બનવાનું પણ કહીં શકે છે.

સાઇબર ડિફેન્સ
સાઇબર ડિફેન્સ એક એવું ક્ષેત્ર છે, જે બન્ને દેશો વચ્ચે સાર્થક સહયોગનું ક્ષેત્ર સાબિત થઇ શકે છે.

ટ્રેડ ફેસિલિટેશન
ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટે સૌથી વધુ મહત્વનું એ છેકે ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ એક ટ્રેડ ફેસિલિટેશન સમજૂતિ પર હા કહેવું પડશે. આ સંબંધમાં એક ત્વરિત દ્વીપક્ષિય રોકાણ સંધીનો માર્ગ પણ પ્રશસ્ત કરવો પડશે.

એચ1-બી વિઝા
ઓબામા સાથેની મુલાકાત દરમિયાન ભારત સરકાર એવી ઇચ્છા પણ રાખી રહી છેકે એચ1-બી વિઝાના પર્યાપ્ત રૂપથી વધારવા અંગે સહમતિ આપવામાં આવે.

અમેરિકન કંપનીઓ વિરુદ્ધ બેવડા કરવેરા સંદર્ભે ચર્ચા
આ મુલાકાત દરમિયાન અમેરિકન કંપનીઓ વિરુદ્ધ જે બેવડા કરવેરાનો મામલો છે તેને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે અને વીમા ક્ષેત્રમાં એફડીઆઇને અનુમતિ અંગે વાત થઇ શકે છે, જ્યારે તેની સામે ભારત તરફથી વધુમાં વધુ રોકાણની આશા રાખવામાં આવી શકે છે.

કૃષિ ક્ષેત્રમાં સબ્સિડી
આ મુલાકાત દરમિયાન સામાજીક સુરક્ષા પર વાર્તા કરવા માટે એક ટોટલાઇજેશન સમજૂતિ પર ગંભીરતાપુર્વક ચર્ચા થઇ શકે છે અને કૃષિ ક્ષેત્રમાં સબ્સિડીને લઇને પણ બન્ને દેશો વચ્ચે કોઇ સમજૂતિનો માર્ગ ખુલી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
