હિઝબુલ્લાહ વિરૂદ્ધ ઇઝરાયેલી સેનાનો મોટી કાર્યવાહીનો દાવો, 3 કમાન્ડર ઠાર
ગાઝા અને પેલેસ્ટાઈનમાં નરસંહાર કરનારૂ ઇઝરાયેલ લેબનાનમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે. હવે ઇઝરાયેલી સેનાએ એક મોટી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના 3 કમાન્ડરને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
ઇઝરાયેલી સેનાના દાવા અનુસાર માર્યા ગયેલા કમાન્ડરોના નામ અહેમદ જાફર માટોક, બિન્ત જબીલ ક્ષેત્રના હિઝબુલ્લાહ વડા, તેના અનુગામી અને તે જ વિસ્તારમાં જૂથના આર્ટિલરી ચીફનો સામેલ છે.

અહેવાલો અનુસાર, વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ આ હુમલો કરાયો છે. ઇઝરાયેલી સેનાના નિવેદન અનુસાર, હિઝબુલ્લાહના ગઢ પરના લક્ષ્યાંકિત હુમલાઓમાં 70 થી વધુ હિઝબોલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા છે અને 120 થી વધુ લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરવામાં આવ્યા છે.
આ હુમલામાં હથિયારોની ફેક્ટરીઓ અને સ્ટોરેજ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ દક્ષિણ બેરૂતના હિઝબુલ્લાહના ગઢમાં સ્થિત છે. આ સિવાય પૂર્વીય શહેર બાલબેક અને લેબનોનના અન્ય વ્યૂહાત્મક સ્થળો પર પણ હુમલા કરાયા છે. આ હુમલાએ વિસ્તારમાં તણાવ વધાર્યો છે.
જણાવી દઈએ કે, ઇઝરાયેલ સતત લેબનાનમાં હુમલા કરી રહ્યું છે. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ઇઝરાયેલી સેનાને પણ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.
દક્ષિણ લેબનાનમાં ચાર સૈનિકોની હત્યા બાદ 30 સપ્ટેમ્બરે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયું ત્યારથી 36 ઇઝરાયેલી સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. એક આંકડા અનુસાર 1615 જેટલા લોકોએ આ હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
