Israel-Iran Conflict : ઇઝરાયેલ પર હિજબુલ્લાએ રોકેટમારો શરૂ કર્યો, અમેરિકન નાગરિકોને લેબનાન છોડવા કહેવાયુ
ગાઝામાં નરસંહાર કરનારા ઇઝરાયેલ પર હિજબુલ્લાએ રોકેટમારો શરૂ કર્યાના અહેવાલ છે. હમાસના નેતાની બાદ મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધની સ્થિતી સર્જાઈ છે.
મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ બની રહી છે. ઈઝરાયેલ અને તુર્કી વચ્ચે સ્થિતિ વધુ વણસી છે અને હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ મારો કર્યો છે.

ઈઝરાયેલે તાજેતરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર અને હમાસના નેતા ઈસ્માઈલ હનીયાહની હત્યા કરી હતી તેનો બદલો હિઝબુલ્લાએ લીધો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ હિઝબુલ્લાહે ઈઝરાયેલમાં મોશાવ બીટ હિલેલને નિશાન બનાવ્યું છે.
હિઝબુલ્લાહ દ્વારા હિલેલ પર છોડવામાં આવેલા ડઝનેક રોકેટનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે આ રોકેટને અટકાવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજાના થયાના અહેવાલ નથી.
ઈઝરાયેલ અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવને જોતા અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. નાગરિકોને ટિકિટ મળતાં જ ત્યાંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે.
જોર્ડનના વિદેશ મંત્રીએ પણ તેના નાગરિકોને તરત જ લેબેનોન છોડી દેવાની સલાહ આપી છે. કેનેડાએ પણ તેના નાગરિકોને સ્થળાંતર કરવાનું સૂચન કર્યું છે.
જ્યારે બાઈડનને ઈરાનના ઈરાદાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું આશા રાખું છું કે એવુ થશે. આ દરમિયાન એસ તેના કર્મચારીઓની સુરક્ષા અને ઇઝરાયેલને સમર્થન આપવા માટે આ ક્ષેત્રમાં તેની લશ્કરી હાજરી વધારી રહ્યું છે.
જણાવી દઈએ કે, ઈઝરાયેલના કબજા હેઠળના ગોલાન હાઈટ્સ પર હુમલા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ગોલાન હાઇટ્સ પર થયેલા હુમલામાં 12 બાળકો અને કિશોરો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે આરોપ લગાવ્યો હતો કે તેની પાછળ હિઝબુલ્લાહનો હાથ છે.
જો કે, હિઝબુલ્લાએ આ હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. પરંતુ ઈઝરાયેલે બૈરુતમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને મારીને બદલો લીધો હતો.
આના થોડા કલાકો પછી ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દરમિયાન કરવામાં આવી હતી.
આના તેના થોડા કલાકો બાદ જ ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દરમિયાન હત્યા કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
