Israel-Hamas War : ભારત હમાસને આતંકી સંગઠન કેમ જાહેર નથી કરી રહ્યું? આ છે કારણ
એક તરફ આતંકી સંગઠન હમાસના હુમલો અને બીજી તરફ ઇઝરાયેલી સેનાની વળતી કાર્યવાહીને કારણે ગાઝાના નિર્દોષ લોકો યુદ્ધનો ભોગ બની રહ્યા છે. આ કાર્યવાહી વચ્ચે તમને જણાવી દઈએ કે ભારત હમાસને આતંકી સંગઠન નથી માનતુ.
ગાઝામાં ઇઝરાયલ સેનાના નરસંહાર વચ્ચે ભારત દ્વારા હમાસ પર પ્રતિબંધ મુકવા મુદ્દે કોઈ સમાચારો નથી. અહેવાલોનું માનીએ તો ભારતની આ મુદ્દે કોઈ તૈયારી નથી. માત્ર સરકાર સ્થિતી પર નજર રાખી રહી છે.

જણાવી દઈએ કે, અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હમાસના ઇઝરાયેલ પરના હુમલાને ભારતમાં ઘણા લોકો જેહાદની જીત તરીકે જોઈ રહ્યા છે. આ ભારત સરકાર માટે મોટા સંકેત છે.
એક અહેવાલમાં ભારતના ટોચના અધિકારીને ટાંકીને કહેવાયુ છે કે, બદલો, ઉજવણી અને જેહાદમાં યોગદાન, આ બધું સુરક્ષા કર્મચારીઓ માટે ચિંતાના સંકેતો છે.
ભારતના મોટાભાગના મુસ્લિમો ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દા અને નિર્દોષ નાગરિકો પર હમાસના હુમલા વચ્ચે તફાવત કરી શકતા નથી. પેલેસ્ટાઇન પર તેની અસરને સમજ્યા વિના તે તેને મુસ્લિમ ભાઈચારાની જીત તરીકે જોવે છે.
સૂત્રો અનુસાર, ભારત સ્થિતિ પર કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે અને મુસ્લિમ જૂથો હાલ આ મુદ્દે મૌન રાખી રહ્યા છે પરંતુ સંકેતો બહુ સકારાત્મક નથી.
સૂત્રો અનુસાર, પ્રથમ વખત પેલેસ્ટિનિયન જૂથોએ ઇઝરાયેલમાં હુમલો કર્યો છે અને આ યુવાનો અને આતંકવાદી જૂથોના મગજમાં ગંભીર વિચારો છોડશે. એજન્સીઓ માટે સૌથી મોટી ચિંતા એ છે કે ઇઝરાયેલમાં હુમલો બહારથી થયો છે.
જો ભારતમાં આવા હુમલાનું પુનરાવર્તન થશે તો તે અંદરથી જ હશે, કારણ કે આપણી પાસે પહેલેથી જ મોટી સંખ્યામાં કટ્ટરપંથી કાશ્મીરી આતંકવાદીઓ પાકિસ્તાની હથિયારો સાથે બેઠા છે.
પેલેસ્ટાઇન મુદ્દા પર ભારતની વિવિધ મસ્જિદોમાં નમાજ પણ યોજવામાં આવી પરંતુ કોઈએ જાહેર કર્યું નથી કે હમાસનો હુમલો માનવતા વિરુદ્ધ હતો.
સૂત્રો અનુસાર, ભારત સરકારની હાલમાં હમાસ પર પ્રતિબંધો લાદવાની કોઈ યોજના નથી, કારણ કે આતંકવાદી સંગઠન યુએન પ્રતિબંધોની સૂચિમાં નથી, જેનું ભારત સામાન્ય રીતે પાલન કરે છે.
આ સિવાય હમાસને ભારતમાં પ્રતિબંધિત કરવા માટે તેને UAPA હેઠળ પ્રતિબંધિત કરવાની જરૂર છે. આના માટે ભંડોળ, ભરતી અને કામગીરી ભારતીય ક્ષેત્રની અંદર થવી જોઈએ અને હમાસ ભારતમાં આવી કોઈ પ્રવૃત્તિઓ કરી નથી.
જો કે, કેરળમાં હમાસ નેતાઓના વર્ચ્યુઅલ એડ્રેસે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે, તેથી હમાસના સમર્થનમાં થઈ રહેલી ગતિવિધિઓ સામે કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
