Israel Hamas War : ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવાર ઠાર, જાણો કેટલો ખતરનાક હતો?
Yahya Sinwar Killing : હમાસ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી રહેલા ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફનું મોત થયુ છે.
સમાચારો અનુસાર, 17 ઓક્ટોબરે ઇઝરાયેલે દાવો કર્યો છે કે ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન હમાસના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. આ આતંકીઓમાં હમાસનો ચીફ યાહ્યા સિનવાર પણ સામેલ છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, નેતન્યાહુએ ઈઝરાયેલના બંધકોના પરિવારજનોને સૂચના આપી છે કે હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો છે.
આ પહેલા ઈઝરાયેલી સેનાએ માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરી રહી હતી. IDF એ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે, ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા. IDF અને ISA એ સંભાવનાની તપાસ કરી રહ્યા છે કે આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર હતો. આ સમયે આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ થઈ શકી નથી.
પોસ્ટમાં કહેવાયુ છે કે જે ઈમારતમાં આતંકવાદીઓ માર્યા ગયા તે ઈમારતમાં બંધકોની હાજરીના કોઈ નિશાન નહોતા. વિસ્તારમાં કાર્યરત દળો જરૂરી સાવચેતી સાથે કામ કરી રહ્યાં છે.
બીજી તરફ હમાસે ઇઝરાયેલના આ દાવાની કોઈ પૃષ્ટિ કરી નથી. હમાસ સાથે જોડાયેલી વેબસાઇટ અલ-મજદે કહ્યું છે કે તે જૂથમાંથી જ સિનવાર વિશેની માહિતીની રાહ જુએ.
ઇઝરાયેલના આર્મી રેડિયોએ જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન બની, જેમાં ઇઝરાયલી સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. તેમના મૃતદેહોને સાથે લવાયા છે.
વિઝ્યુઅલ એ પુરાવા સૂચવે છે કે એક માણસ સિનવાર હતો અને ડીએનએ પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલ પાસે ઇઝરાયેલની જેલમાં વિતાવેલ સમયના સિનવારના ડીએનએ સેમ્પલ છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે 7 ઓક્ટોબરે યાહ્યા સિનવારના આદેશ પર હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં નરસંહાર કર્યો હતો. કોન્સર્ટમાં પ્રવેશ્યા પછી છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યાઓ કરી હતી. તે ઘણી છોકરીઓને પોતાની સાથે લઈ ગયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
