Israel Attacks Syria : ઇઝરાયેલનો સીરીયા પર મોટો હુમલો, રક્ષા મંત્રાલય અને સેનાનું હેડક્વાર્ટર તબાહ
Israel Attacks Syria : ઇઝરાયલે ફરી એકવાર મધ્યપૂર્વમાં તણાવ વધારતું પગલું ભર્યું છે. આ વખતે સીરીયાની રાજધાની દમાસ્કસને નિશાન બનાવી છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ડ્રોન અને બોમ્બથી રક્ષા મંત્રાલય અને સેનાના મુખ્ય મથક પર હુમલો કર્યો છે. હુમલાના પગલે શહેરના આકાશમાં ધૂમાડાં જોવા મળ્યા છે.
IDF દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ કાર્યવાહી ડ્રૂઝ સમુદાય પર થયેલા હુમલાના બદલાની કામગીરી છે. ઇઝરાયલનું કહેવું છે કે તેમના સૈનિકોએ દમાસ્કસના અતિસુરક્ષિત વિસ્તારોમાં તાકાતથી જવાબ આપ્યો છે, જેમાં બંને મહત્વપૂર્ણ સરકારી બિલ્ડિંગ ધ્વસ્ત થયાં છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ, ગાઝા પર સતત હુમલાઓ અને હવે સીરીયા સાથેના તણાવને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. વિશ્લેષકો ચિંતિત છે કે આ ઘટના નવા યુદ્ધના દ્વારા ખોલી શકે છે.
સીરીયાના રાષ્ટ્રપતિ અલ-અશર સાઉદી અરેબિયા અને તુર્કી જેવા દેશોની નજીક માની શકાય તેવી નવી રાજકીય તાકાત ધરાવે છે. એટલા માટે આ હુમલો માત્ર સુરક્ષા મુદ્દો નહીં પરંતુ રાજકીય સંદેશો પણ ગણાય છે.
અમેરિકાએ થોડા સમય પહેલા બંને દેશોને શાંતિ માટે અપીલ કરી હતી, પરંતુ ઇઝરાયલના આ પગલાએ ફરીથી તણાવને અગ્રિમ ધોરણે પહોંચાડી દીધો છે. જો હવે સીરીયા તરફથી જવાબી કાર્યવાહી થાય તો ઇઝરાયલને એક નવુ યુદ્ધ લડવા માટે તૈયારી રાખવી પડી શકે છે.
સીરિયાએ પણ હુમલાની પુષ્ટિ કરી છે અને જણાવ્યુ કે દમાસ્કસના ઉમય્યદ સ્ક્વેર નજીક હમલો થયો હતો. જાનહાનિ અંગે હજુ સુધી સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી પરંતુ નુકસાન મોટું હોવાનું મનાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
