આયરિશ લેખક પૉલ લિંચે પોતાની નોવેલ 'પ્રોફેટ સૉન્ગ' માટે જીત્યુ બુકર પ્રાઈઝ 2023
લંડનઃ આયરલેન્ડના લેખક પૉલ લિન્ચને તેમની નોવેલ 'પ્રોફેટ સૉન્ગ' માટે બુકર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં પૉલ લિંચે 50, 000 પાઉન્ડની ઈનામી રકમવાળો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો હતો.
પૉલ લિંચે લંડનમાં રહેતી ભારતીય મૂળની લેખિકા ચેતના મારુની પહેલી નોવેલ 'વેસ્ટર્ન લેન'ને પછાડીને આ પુરસ્કાર પોતાના નામે કર્યો હતો, જે ગુજરાતી પરિવેશ પર આધારિત છે.

46 વર્ષીય પૉલ લિંચને લંડનના ઓલ્ડ બિલિંગ્સગેટમાં આયોજિત પુરસ્કાર સમારંભમાં શ્રીલંકન લેખક શેહાન કરુણાતિલકાએ આ પુરસ્કાર આપ્યો. કરુણાતિલકા 'ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા' માટે ગયા વર્ષના બુકર વિજેતા હતા. પૉલ લિંચ આ પુરસ્કાર જીતનાર આયર્લેન્ડના પાંચમાં લેખક બની ગયા છે. આ પહેલા આયરિસ મર્ડોક, જૉન બેનવિલે, રૉડી ડૉયલ અને એની એનરાઈટે બુકર પ્રાઈઝ જીત્યુ હતુ.
તમને જણાવી દઈએ કે આ વર્ષે બુકર પ્રાઈઝ માટે છ લેખક દાવેદાર હતા. જેમાં કેન્યામાં જન્મેલી ચેતના મારુની વેસ્ટર્ન લેન, સારા બર્નસ્ટીનની નવલકથા 'સ્ટડી ફૉર ઓબિડિયન્સ', જોનાથન એસ્કોફરીની 'ઈફ આઈ સર્વાઈવ યુ', પૉલ હાર્ડિંગની 'ધ અધર ઈડન' અને પૉલ મરેની 'ધ બી સ્ટિંગ' આ વખતે એવોર્ડ માટે દાવેદાર હતી. અવોર્ડની અંતિમ યાદીમાં સ્થાન મેળવનાર દરેક દાવેદારને 2,500 પાઉન્ડ આપવામાં આવશે.
પૉલ લિન્ચે 'પ્રોફેટ સૉન્ગ'માં આપખુદશાહીમાં જકડાયેલા આયર્લેન્ડનું ચિત્રણ કર્યુ છે. આ નવલકથા એક પરિવારની કહાની છે. જે એક ભયાનક નવી દુનિયા સાથે ઝઝૂમી રહ્યો છે જેમાં લોકશાહી ગાયબ થવા લાગે છે. લિંચનું પુસ્તક 'પ્રોફેટ સૉન્ગ' ચાર બાળકોની માતાના સંઘર્ષની વાર્તા છે, જે પોતાના પરિવારને સરમુખત્યારશાહીથી બચાવવાનો પ્રયાસ કરે છે.
પાંચ સભ્યોની જજિંગ પેનલની અધ્યક્ષતા કરનાર કેનેડિયન નવલકથાકાર Esi Edugyanએ નવલકથાને "ભાવનાત્મક વાર્તા કહેવાની, હિંમત અને બહાદુરીની જીત" ગણાવી હતી અને કહ્યું કે આ પ્રોફેટ સૉન્ગ આપણી વર્તમાન ક્ષણની સામાજિક અને રાજકીય ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. વાચકોને તે આત્માને હચમચાવી દેનારું અને સાચું લાગશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
