Iran-Israel Conflict: ઇઝરાયેલ પર મોટો હુમલો કરવાની તૈયારીમાં ઈરાન? ખમેનીએ દુનિયાના મુસ્લિમોને એક થવા હાંકલ કરી
Iran-Israel Conflict : ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ ચીફ સહિતના નેતાઓની યાદમાં યોજાયેલી નમાઝમાં ઈરાનની સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખમેનીએ હાજરી આપી.
અહીં તેમને ઇઝરાયેલને ખતમ કરવા હુંકાર ભર્યો. ખમેનીએ તેના ભાષણમાં ઇઝરાયેલને ખતમ કરવા મુસ્લિમ દેશોને એક થવા કહ્યું.

5 વર્ષમાં પહેલીવાર નમાઝ પછીના ભાષણમાં ખમેનીએ ભાષણમાં પેલેસ્ટાઈનની લડાઈને ન્યાયી ઠેરવી અને કહ્યું કે પેલેસ્ટાઈનને તેની જમીન પાછી લેવાનો સંપૂર્ણ અધિકાર છે.
ખમેનીએ ઈસ્લામિક વિશ્વને એક થવા આહ્વાન કર્યું અને ઈરાનથી લઈને લેબનોન સુધીના મુસ્લિમ સમુદાયે સાથે ઊભા રહેવા અપીલ કરી.
અયાતુલ્લા ખમેનીએ અમેરિકા સહિતના દેશોની ટીકા કરી અને કહ્યું કે તેનું વર્તન વિશ્વના હિતમાં નથી. 7 ઓક્ટોબરે પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી યુદ્ધનો એક ભાગ હતી અને તેને વાજબી ગણવી જોઈએ. ખમેનીએ કહ્યું કે, અમે અમારી સુરક્ષા માટે જરૂરી પગલાં લઈશું અને પાછળ નહીં હટીએ.
જુમ્માની નમાઝમં ખમેની 2020 પછી તે પ્રથમ વખત લોકોને સંબોધવા પહોંચ્યા કહ્યું કે, આપણા સશસ્ત્ર દળો દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી યહૂદી શાસનના ગુનાઓ માટેની બહુ સૌથી ઓછી સજા છે.
આયાતુલ્લાહ ખમેનીએ ભાષણમાં હસન નસરાલ્લાહને શહીદ ગણાવ્યો અને કહ્યું કે, શહીદ નસરાલ્લાહે તેમના જીવનકાળ દરમિયાન લેબનોનના લોકોને જે સૌથી મહત્વપૂર્ણ સંદેશ આપ્યો તે એ હતો કે તેઓએ ઇમામ મુસા સદર, સૈયદ અબ્બાસ મૌસવી જેવી અગ્રણી હસ્તીઓની ખોટ પર નિરાશ ન થવું જોઈએ, પરંતુ તેમના પ્રયાસો વધારવા, આક્રમક હિંમતભેર દુશ્મન સામે લડો અને તેમને હરાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
