Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇરાનમાં 5 રેપિસ્ટને જાહેરમાં મોતની સજા, ભારતમાં કેમ નહી?

hanged
ઇરાનના દક્ષિણ પશ્ચિમી શહેરમાં યોસોઉજમાં દુષ્કર્મના પાંચ દોષિયોને એક પાર્કમાં જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી છે. અત્રે એ પ્રશ્ન દરેક ભારતીયોને કનડશે છે કે ઇરાનમાં દુષ્કર્મ કરવાના દોષિઓને જાહેરમાં મોતની સજા કરવામાં આવતી હોય તો ભારતમાં આવી સજા શા માટે કરવામાં નથી આવતી? આખા દેશમાં દિલ્હી ગેંગરેપનો ઉગ્ર પ્રદર્શન કરી રહેલા લોકોની પણ કઇક આવી જ માંગો છે.

સમાચાર અનુસાર ઇરાનમાં તાજેતરમાં બનેલી ઘટનામાં આ પાંચેય દોષીઓમાંથી ચાર લોકોએ એક મહિલાને તેના મંગેતર પાસેથી ખેંચીને ઉઠાવી લીધી અને તેની પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે પાંચમાં યુવકને અન્ય મહિલા સાથે દુષ્કર્મ કરવાનો દોષી હતો. સજા એ મોત મેળવનાર દરેક યુવકો 30 વર્ષના હતા.

હવે ભારતની જનતા એ સવાલ ઉઠાવી રહી છે કે ઇસ્લામિક દેશોમાં મહિલાઓની સુરક્ષાની ભાવના પેદા કરવા માટે બળાત્કાર જેવા જઘન્ય અપરાધ માટે જાહેરમાં ફાંસી આપી શકાય છે. તો ભારતમાં બળાત્કારીઓને ફાંસી આપવામાં માટે હજી માત્ર વિચાર જ શા માટે કરવામાં આવે છે.

ઇરાન જેવા મુસ્લીમ દેશો મહિલાઓની છેડખાની કે પછી બળાત્કારની ઘટનાના મામલે આવી સજા આપીને ઉદાહરણ બનતુ રહ્યું છે. એકવાર ફરી ઇરાને બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપીને ભારત માટે ઉદાહરણ રજૂ કર્યું છે, જોકે ભારત સરકાર દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર ગુજારનાર પાંચ દોષીઓની સજા અંગે કોઇ નિર્ણય કરી શક્યું નથી.

આપના મંતવ્યો આવકાર્ય: શું ભારતમાં પણ બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવી જોઇએ?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X