બ્રિટનના પીએમ ઋષિ સુનક વિરૂદ્ધ તપાસ શરૂ, જાણો શું છે પુરો મામલો?
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ખરાબ રીતે ફસાયા છે. હવે તેમની સામે સંસદીય તપાસ શરૂ થઈ છે. સુનક પર આરોપ છે કે તેમણે જાણીજોઈને તેની પત્નીની ફર્મને ફાયદો કરાવવા નિયમો બનાવ્યા અને તેના વિશે માહિતી છુપાવી. આ મુદ્દે વિપક્ષો લાંબા સમયથી તપાસની માંગ કરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ એક ચાઈલ્ડ કેર ફર્મમાં ઈન્વેસ્ટર છે. આશંકા છે કે ઋષિએ બાળકોની સંભાળની નવી યોજના રજુ કરતા આપેલા હિતોની ઘોષણામાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.કમિશનર ડેનિયલ ગ્રીનબર્ગે ગયા સપ્તાહે ગુરુવારે આ તપાસ શરૂ કરી છે.

કમિશનરની વેબસાઈટમાં જણાવાયું છે કે, આ તપાસ આચાર સંહિતાના ફકરા 6 સાથે સંબંધિત છે. આ આચારસંહિતા જણાવે છે કે પીએમ સુનકે ગૃહ અથવા તેની સમિતિઓની કોઈપણ કાર્યવાહીમાં કોઈપણ સંબંધિત ઈન્ટ્રસ્ટ જાહેર કરવા હંમેશા ખુલ્લા અને નિખાલસ હોવા જોઈએ.
સુનકના પત્ની અક્ષતા મૂર્તિ કોરુ કિડ્સમાં શેરહોલ્ડર તરીકે લિસ્ટેડ છે, જે 6 ખાનગી બાળ સંભાળ પ્રદાતાઓમાંની એક છે. સુનક પર આરોપ છે કે તેમણે પોતાના બજેટમાં જાહેર કરેલી પોલિસીથી પરિવારના સભ્યને ફાયદો થઈ રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી નથી આપી.
અહીં તમને જણાવી દઈએ કે, સુનકની પાયલોટ સ્કીમ હેઠળ લોકોને ચાઈલ્ડ માઇન્ડર બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ 1200 પાઉન્ડ તે લોકોને આપવામાં આવશે જે એજન્સી દ્વારા આ યોજનામાં કામ કરશે.
28 માર્ચે ઋષિ સુનકે બાળ સંભાળમાં ફેરફાર વિશે સંપર્ક સમિતિ સમક્ષ બોલતી વખતે તેની પત્નીની રુચિઓનો ઉલ્લેખ કર્યો ન હતો. હવે આ મામલે તપાસ શરૂ થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
