એક એવું નગર જ્યાં વસે છે માત્ર સુંદર યુવતીઓ, જેઓને છે યોગ્ય પુરુષની શોધ!
બ્રાઝીલ, 13 ઓક્ટોબર: દક્ષિણ પૂર્વ બ્રાઝીલના નોયવા ડી કોરડેરિયોમાં એક એવું નગર આવેલું, આ નગર એટલા માટે અહીં ફેમશ છે કારણ કે આ નગરમાં 600થી વધારે સુંદર યુવતીઓ રહે છે જેમની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચેની છે. આપ વિચારી રહ્યા હશો કે જ્યારે અત્રે વર્ષોથી કોઇ પુરુષ નથી રહેતો તો આટલી યુવતીઓ ક્યાંથી આવી?
ખરેખર, 1890માં એક યુવતીને જબરદસ્તી એવા યુવક સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી જેને તે પ્રેમ ન્હોતી કરતી. એવામાં તેણે ગુસ્સામાં આવીને પોતાનું ઘર છોડી દીધું અને અત્રે આવીને વસી ગઇ. તે સમયે આ મેદાની વિસ્તાર હતો જ્યા કોઇ રહેતું ન્હોતું. જેમાં માત્ર એત ચર્ચ હતું. કોઇની સાથે નહીં રહેવાના વિચારથી આ યુવતી અત્રે આવીને વસી ગઇ.
ચર્ચના લોકોની સાથે મળીને આ મહિલાએ અત્રે એક નવી દુનિયા સ્થાપી. જેવું અન્ય યુવતીઓને આ અંગેની જાણ થઇ તેઓ પણ અત્રે આવીને વસવા લાગી.
પછી શું થયું વાંચો તસવીરોમાં...

મહિલાઓએ એકત્રિત થઇને આખા નગરને વસાવી દીધું
ચર્ચના લોકોની સાથે મળીને આ મહિલાએ અત્રે એક નવી દુનિયા સ્થાપી. જેવું અન્ય યુવતીઓને આ અંગેની જાણ થઇ તેઓ પણ અત્રે આવીને વસવા લાગી. આ યુવતીઓમાં કેટલીક એવી પણ હતી જેને પુરુષ જાત સાથે નફરત હતી. અથવા તો તે માત્ર એકલી જ રહેવા માગતી હતી અથવા તો પોતાના બાળકોને એકલી જ ઉછેરવા માંગતી હતી. આવી યુવતીઓ અને મહિલાઓએ એકત્રિત થઇને આખા નગરને વસાવી દીધું.

પોતાના પુરુષ મિત્રોને બોલાવી શકે છે
આ મહિલાઓ એકલા હાથે ખેતી કરે છે, અને જરૂરિયાતના તમામ કાર્યો કરે છે. આ એક એવું નગર છે જેમાં મહિલાઓ પોતાની ઇચ્છાથી અઠવાડીયામાં પોતાના પુરુષ મિત્રોને બોલાવી શકે છે અને બે દિવસ સુધી તેમની સાથે રહી શકે છે.

આંગળીના વેઢે ગણાય તેટલા પુરુષો અહીં આવે છે
આંગળીના વેઢે ગણાય તેટલા પુરુષો અહીં આવે છે અને બે દિવસ બાદ જતા રહે છે. પરંતુ મોટા પાયે જોવામાં આવે તો અહીં માત્ર યુવતીયો અને મહિલાઓ જ વસવાટ કરે છે.

યુવતીઓ ખૂબ જ સુંદર
આશ્ચર્યની વાત એ છે કે અત્રે રહેનારી તમામ મહિલાઓ અને યુવતીઓ ખૂબ જ સુંદર છે.

પુરુષ મિત્રની શોધ પણ છે
અત્રે રહેનારી ઘણી યુવતીઓ મોટી થઇ ચૂકી છે અને તેમને પુરુષ મિત્રની શોધ પણ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ આ નગરને છોડવા નથી માંગતી.

ડેટિંગ કરવા માગે છે
અત્રેની યુવતીઓનું કહેવું છે કે તેઓ ડેટિંગ કરવા માગે છે અને ઘર પણ વસાવા માગે છે પરંતુ તેમને એવા પતિની શોધ છે જે તેમને આ જ શહેરમાં રહેવાની પરવાનગી આપે.

યોગ્ય પુરુષોને લગ્નનો પ્રસ્તાવ
અત્રેની 600માંથી 300 મહિલાઓ યોગ્ય પુરુષોને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો છે. જેની સાથે વાત બનશે, આ યુવતીઓ તેમની સાથે લગ્ન કરી લેશે.
તમામ તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
