ભારતના મોસ્ટ વૉન્ટેડ, પઠાણકોટ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ લતીફની હત્યા, સિયાલકોટમાં અજ્ઞાત લોકોએ મારી ગોળી
Pathankot Mastermind Rashid Latif Shot Dead: ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનના સિયાલકોટમાં હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ અનુસાર, સિયાલકોટમાં આતંકવાદી શાહિદ લતીફને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે.
શાહિદ લતીફ ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હતો અને ભારત સરકારની મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. તમને જણાવી દઈએ કે શાહિદ લતીફ એ જ આતંકવાદી છે જેને 2010માં ભારતીય કોંગ્રેસ સરકાર દ્વારા ગુડવિલ મિશન હેઠળ પાકિસ્તાનને પરત સોંપવામાં આવ્યો હતો.

જો કે, બાદમાં તેણે પઠાણકોટ હુમલામાં માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે આમ કર્યું હતુ. 55 વર્ષીય આતંકવાદી શાહિદ લતીફ લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના 25 આતંકવાદીઓમાં સામેલ હતો, જેમને મનમોહન સિંહ સરકાર દ્વારા ગુડવિલ મિશન હેઠળ ભારતીય જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
શાહિદ લતીફ લગભગ 16 વર્ષ સુધી ભારતની જેલમાં કેદ હતો. શાહિદ લતીફ પાકિસ્તાનના ગુંજરાવાલાના અમીનાબાદ શહેરના મોર ગામનો રહેવાસી હતો અને તે ભારતમાં જૈશ-એ-મોહમ્મદનો હેન્ડલર હતો અને તેની જવાબદારી ભારતમાં આતંકવાદીઓની ભરતી કરવાની હતી.
શાહિદ લતીફે સિયાલકોટથી હુમલાનું સંકલન કર્યું હતું અને તેને અંજામ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. શાહિદ લતીફની ભારતમાં નવેમ્બર 1994માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને અંતે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ભારતમાં તેની સજા ભોગવ્યા પછી, તેને 2010માં વાઘા મારફતે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરવાનો પણ આરોપ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં કહેવામાં આવ્યું છે કે લતીફ 2010માં છૂટ્યા બાદ પાકિસ્તાનમાં જેહાદી ફેક્ટરીમાં પાછો ગયો હતો. ભારત સરકાર દ્વારા તેને વૉન્ટેડ આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
