અમેરિકામાં ભારતીય છાત્ર પર ચાકૂથી જાનલેવા હુમલો, સ્થિતિ ગંભીર, પોલિસે આરોપીને પકડ્યો
Indian student stabbed in US: અમેરિકામાં ફરી એકવાર એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકન રાજ્ય ઇન્ડિયાનામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે, જેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
NWIU ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતીય વિદ્યાર્થી વરુણને 24 વર્ષીય હુમલાખોર જૉર્ડન એન્ડ્રેડે રવિવારે સવારે ઈન્ડિયાનાના વાલપરાઈસોમાં એક જાહેર જીમમાં ચાકૂથી હુમલો કરી દીધો હતો, જેની સત્તાવાળાઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે.

ઘટના બાદ, હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિંસક હુમલા બાદ વરુણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ, "વરુણ પર હુમલાખોર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેની ઇજાઓની ગંભીરતાને કારણે, તેને આખરે ફોર્ટ વેઇન હૉસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો અને અહેવાલ મુજબ તેના બચવાની શૂન્યથી પાંચ ટકા શક્યતા છે."
પોલીસે કહ્યું કે, "એન્ડ્રેડે ત્યારે (એ વ્યક્તિને) પોતાના માટે ખતરો ગણાવ્યો, તેથી તેણે 'માત્ર પ્રતિક્રિયા આપી', તેણે વિચાર્યું કે વરુણ તેના પર હુમલો કરવાનો છે, તેથી તેણે તેના પર પ્રતિક્રિયા રુપે હુમલો કર્યો.'' પોલીસે જણાવ્યું હતું કે તેમને કાઉન્ટર પર લોહીનો મોટો પૂલ અને ફોલ્ડિંગ છરી મળી આવી હતી. ફોલ્ડિંગ છરી એન્ડ્રેડની હતી, જેનો ઉપયોગ તે મેનાર્ડ્સ સ્ટોરમાં બ\ક્સ ખોલવા માટે કરતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
