'કાશ્મીરનુ આખુ ક્ષેત્ર ભારતનુ છે અને હંમેશા રહેશે...', ભારતે UNમાં પાકિસ્તાનને આતંકવાદ માટે જોરદાર ઝાટક્યુ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા વારંવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા અને રશિયા સામે યુએનમાં મત ના કરવા મુદ્દે ભારતે પાકને જોરદાર ઝાટક્યુ હતુ.
ભારતે પોતાના 'દૂર્ભાવનાપૂર્ણ પ્રચાર' માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના મંચનો 'એક વાર ફરીથી દૂરુપયોગ' કરવા માટે પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યો છે. ભારતે યુએનને અપીલ કરી છે કે તે ઈસ્લામાબાદને પોતાનુ રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ખતમ કરવા અને નિયંત્રિત ક્ષેત્રોમાં આતંકવાદી માળખાને ખતવા કરવા માટે વિશ્વસનીય પગલાં લેવા માટે કહે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા વારંવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા અને રશિયા સામે યુએનમાં મત ના કરવા મુદ્દે ભારતે પાકને જોરદાર ઝાટક્યુ હતુ.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનને આકરો જવાબ આપતા કહ્યુ કે, 'જમ્મુ-કાશ્મીરનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે... અમે પાકિસ્તાનને સીમા પાર આતંકવાદ બંધ કરવા હાકલ કરીએ છીએ જેથી અમારા નાગરિકો તેમના જીવન અને સ્વતંત્રતાના અધિકારનો આનંદ માણી શકે.' રુચિરા કંબોજે વધુમાં કહ્યુ કે પાકિસ્તાની રાજદ્વારી મુનીર અકરમે બંને પરિસ્થિતિને સમાન બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ વારંવાર પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવે છે. અમે જોયુ છે કે પ્રતિનિધિમંડળ (પાકિસ્તાન) દ્વારા હંમેશા આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો અને મારા દેશ વિરુદ્ધ નકામી અને અર્થહીન ટિપ્પણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.' રુચિરા કંબોજે કહ્યુ કે વારંવાર આવા નિવેદનો કરવા એ તેમની માનસિકતા દર્શાવે છે. તેઓ દર વખતે નવુ જુઠ્ઠુ બોલે છે. અમે હંમેશા પાકિસ્તાનને આતંકવાદ બંધ કરવા માટે કહીએ છીએ.
રુશિયા-યુક્રેન યુદ્ધ અંગે યુએનજીએમાં મતદાન ન કરવા અંગેના તેમના ખુલાસામાં તેમણે કહ્યુ, 'મારા વડા પ્રધાન (નરેન્દ્ર મોદીએ) સ્પષ્ટપણે કહ્યુ છે કે આ (રશિયા-યુક્રેન યુદ્ધ) યુદ્ધનો યુગ નથી અને ના હોઈ શકે. અમે વાતચીત અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલમાં વિશ્વાસ રાખીએ છીએ. ભારત એ દ્રઢ નિશ્ચય સાથે ઊભુ છે અને તેથી ભારતે મતદાન નહીં કરીને દૂર રહેવાનો નિર્ણય લીધો છે.' રૂચિરા કંબોજે રશિયા-યુક્રેન યુદ્ધ પર કહ્યુ કે ઇંધણ, ખાદ્ય અને ખાતરના પુરવઠામાં રશિયા-યુક્રેન સંઘર્ષના પરિણામોનો ભોગ વિકાસશીલ દેશો ભોગવી રહ્યા છે એટલા માટે આપણા બધા માટે એ મહત્વનુ છે કે સાઉથ ગ્લોબલનો અવાજ સાંભળવામાં આવે. તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને યોગ્ય રીતે તેનુ સમાધાન કરવામાં આવે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
