વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતામાં ભારત 59મા ક્રમાંકે
સ્વીત્ઝરલેન્ડ, 27 જાન્યુઆરી : વર્લ્ડ ઇકોનોમીક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવેલા 'ધ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ 2012-13'માં ભારત 59 ક્રમાંકે આવ્યું છે. આ રેન્કમાં સતત ચોથા વર્ષે સ્વીત્ઝરલેન્ડે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજા ક્રમે સિંગાપોર અને ત્રીજા ક્રમે ફિનલેન્ડ આવે છે.
વર્લ્ડ ઇકોનોમીક ફોરમ દ્વારા ગ્લોબલ કોમ્પિટિટિવનેસ માટે કુલ 144 દેશોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ માટે વિવિધ માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર યુરોપના દેશોમાં સ્પર્ધાત્મકતાનું અંતર વધ્યું છે. જ્યારે અમેરિકા ઇનોવેશન માટે વિશ્વના પાવર હાઉસ તરીકે યથાવત રહ્યું છે. જો કે ઓવરઓલ રેન્કિંગમાં અમેરિકાનું સ્થાન નીચે આવ્યું છે.

મહત્વની બાબત એ છે કે મોટા ઇમર્જિંગ માર્કેટ્સમાં રિપબ્લિક ઓફ ચીનમાં કોમ્પિટિટિવનેસ વધી છે. તે સૌથી આગળ છે. જ્યારે ભારત અને રશિયા પાછલા વર્ષના રેંકિંગ ગુમાવી નીચેના સ્થાને આવ્યા છે. જ્યારે દક્ષિણ યુરોપના દેશો જેવાકે પોર્ટુગલ, સ્પેન, ઇટાલી, ગ્રીસ વગેરેમાં હજી પણ સ્પર્ધાત્મકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ માટેનું મુખ્ય કારણ મેક્રોઇકોનોમિક્સમાં અસંતુલન, ફાઇનાન્સ મેળવવામાં મુશ્કેલી, ચુસ્ત લેબર માર્કેટ્સ અને નવસંસ્કરણનો અભાવ છે.
ગ્લોબલ કોમ્પિટિટિવનેસમાં પ્રથમથી દસમા ક્રમે આ દેશો આવે છે. સ્વીત્ઝરલેન્ડ-1, સિંગાપોર-2, ફિનલેન્ડ-3, સ્વીડન-4, નેધરલેન્ડ્સ-5, જર્મની-6, યુનાઇટેડ સ્ટેટ્સ-7, યુનાઇટેડ કિંગડમ-8, હોંગકોંગ-9, જાપાન-10. આ રિપોર્ટમાં ગયા વર્ષ કરતા સ્વીડન, યુએસ અને જાપાનનું રેંકિંગ ઘટ્યું છે. જ્યારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, યુકે, હોંગકોંગનું રેટિંગ વધ્યું છે. જ્યારે સ્વીત્ઝલેન્ડ, સિંગાપોર અને જર્મનીનો ક્રમ યથાવત રહ્યો છે. આ રેંકિંગમાં ચીન-29, બાર્ઝિલ-48, સાઉથ આફ્રિકા-52, ભારત-59 અને રશિયા-67મા ક્રમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
