India-China Face Off: ક્યાં છે તવાંગ, જ્યાંથી ભારતના જવાનોએ ચીની સૈનિકોને ભગાડ્યા
9 ડિસેમ્બરના રોજ ભારત અને ચીની સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થિત એલએસી પાસે ઝડપ થઈ. આવો જાણીએ, આ તવાંગ ક્ષેત્ર વિશે.
India-China Face Off in Tawang: હાલમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થિત એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. ભારતીય સેનાએ આપેલી માહિતી મુજબ બંને દેશોની સેના વચ્ચે 9 ડિસેમ્બરની સવારે અથડામણ થઈ છે. જેમાં બંને દેશોના જવાનોને હળવી ઈજાઓ થઈ છે. અહેવાલો મુજબ આ ઝડપમાં ભારતના 8 જવાન ઘાયલ થયા છે જ્યારે ચીનના લગભગ 30 જવાન ઘાયલ થયા છે. જ્યાં ભારત અને ચીન વચ્ચે આ ઝડપ થઈ તે તવાંગ વિસ્તાર પોતાના વિશાળ મઠ માટે પ્રસિદ્ધ છે. અહીં એશિયાનો બીજો સૌથી મોટો મઠ છે. તવાંગ અરુણાચલ પ્રદેશાં એલએસી પાસે છે. અહીં ભારત અને ચીનના સૈનિકો પોત-પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય છે. જ્યારે ચીનના 300 સૈનિક ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યા ત્યારે સ્થિતિ ખરાબ થઈ હતી.

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ભગાડ્યા
2006થી ભારત અને ચીનની સેના પોતપોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. 9 ડિસેમ્બર 2022ની રાતે તવાંગ સેક્ટરમાં સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ ગઈ જ્યારે ચીનના લગભગ 300 સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યા. જો કે ભારતીય સેનાએ પરિસ્થિતિનો જોરદાર મુકાબલો કર્યો હતો. સેના સામે ચીની સૈનિકોએ ભારતની સીમામાંથી ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. જો કે આમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. પરિસ્થિતિને જોતા સૈનિકોને પાછા હટાવી લેવામાં આવ્યા હતા. વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ફ્લેગ મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

બરફ પીગળવાના કારણે બને છે આવી ઘટનાઓ
તવાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બંને પક્ષોના સૈનિકો વચ્ચે અથડામણની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. આવી ઘટના ઓક્ટોબર 2021માં બની હતી. આ સામાન્ય રીતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવુ બન્યુ છે પરંતુ ડિસેમ્બરમાં આ પહેલી વાર છે જ્યારે ચીની સૈનિકો તવાંગમાં ભારતીય સૈનિકો સામે ઉભા થઈ ગયા.

તવાંગ કેમ ફેમસ છે?
તવાંગ ભારતના સુંદર સ્થળોમાંનુ એક છે. અહીં ઘણા રહસ્યો છુપાયેલા છે. તવાંગ મઠ માટે સૌથી પ્રખ્યાત છે. અહીંના જોવાલાયક સ્થળો તેને ખાસ બનાવે છે. તવાંગ મઠ એ ભારતનો સૌથી મોટો મઠ છે અને એશિયાનો બીજો સૌથી મોટો મઠ છે. આ મઠમાં ભગવાન બુદ્ધની 28 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે. આશ્રમમાં વિશાળ પુસ્તકાલય પણ છે. જેમાં પ્રાચીન પુસ્તકો અને હસ્તપ્રતો સુરક્ષિત રાખવામાં આવી છે.

પ્રાચીન માન્યતા
તવાંગ શબ્દ 'તા' અને 'વાંગ' પરથી આવ્યો છે. 'તા' એટલે ઘોડો. જ્યારે 'વાંગ'નો અર્થ છે 'પસંદ કરેલુ'. એટલે કે ઘોડા દ્વારા પસંદ કરાયેલ સ્થળ. પ્રાચીન માન્યતાઓ મુજબ મેરાગ લામા લોડ્રે ગ્યામ્ત્સો એક મઠ બનાવવા માટે સ્થળ શોધી રહ્યા હતા. એવુ માનવામાં આવે છે કે આ મઠ માટેની જગ્યા મેરાગ લામા લોડ્રે ગ્યામ્ત્સોના ઘોડા દ્વારા પસંદ કરવામાં આવી હતી. માન્યતા એવી છે કે જ્યારે તેમણે પોતાની આંખો બંધ કરી અને મઠના નિર્માણ માટે પ્રાર્થના કરી,જ્યારે તેમણે તેમની આંખો ખોલી ત્યારે તેમને ઘોડો ના દેખાયો. ઘણી શોધખોળ બાદ તે ઘોડો પર્વતની ટોચ પર જોવા મળ્યો. બાદમાં એ જ શિખર પર એક આશ્રમ બનાવવામાં આવ્યો અને તે જગ્યાનુ નામ 'તવાંગ' રાખવામાં આવ્યુ.

તવાંગના તહેવાર
તવાંગમાં મોનપા જનજાતિ રહે છે. આ સમુદાયના લોકો ખેતી અને ધર્મ સાથે જોડાયેલા છે. મોનપા ઘણા તહેવારો ઉજવે છે. લોસર એ તેમનો નવા વર્ષનો તહેવાર છે, જે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઉજવવામાં આવે છે. મોનપા દર વર્ષે તોરગ્યા પણ ઉજવે છે. જે દર વર્ષે ચંદ્ર કેલેન્ડર મુજબ 11માં મહિનાની 28મી તારીખે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે તે જાન્યુઆરીમાં આવે છે. માન્યતા મુજબ દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે આ લોનાર ઉજવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
