Imran Khan: પાકિસ્તાનમાં પહેલી વાર સેના સામે વિદ્રોહ, શું ઈમરાન ખાનની ધરપકડ લાવી શકશે ક્રાંતિ?
Imran Khan News: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ક્રિકેટના દિગ્ગજ ઈમરાન ખાનની આ અઠવાડિયે થયેલી ધરપકડથી સમગ્ર દેશમાં સૈન્ય સામે ગુસ્સો છે. પાકિસ્તાનમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે તેના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો હોય.
પાકિસ્તાનમાં પહેલીવાર જનતા સવાલ પૂછી રહી છે કે રાજકારણમાં સેનાની ભૂમિકા શું છે? પાકિસ્તાનમાં પહેલીવાર સેનાને કહેવામાં આવી રહ્યુ છે કે તેણે 'દુશ્મનો' સાથે એક પણ યુદ્ધ જીત્યુ નથી, તેનુ કામ માત્ર દેશના લોકોને નિયંત્રિત કરવાનુ છે?

મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે અને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનના સમર્થનમાં ગણાતા ઘણા પત્રકારોની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગયા વર્ષે ઇમરાન ખાન સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયા અને સત્તા પરથી હટી ગયા ત્યારથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ વધી ગયુ છે. ત્યારથી, ઇમરાન ખાનની લોભામણી નિવેદનબાજીએ સમાજને વિભાજિત કર્યો છે, જેનાથી પાકિસ્તાનમાં એક અલગ પ્રકારનું ધ્રુવીકરણ થયુ છે, જેમાં લોકો સૈન્ય સામે ઉભા થયા છે અને આ અઠવાડિયે આપણે હિંસક પ્રતિક્રિયાઓ જોઈ.
પાકિસ્તાનના ચૂંટાયેલા નેતાઓ હંમેશા સેનાની સામે મૌન રહ્યા છે, કારણ કે તેમને તેમના જીવનુ જોખમ હોય છે. પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં સત્તા છોડ્યા બાદથી ઈમરાન ખાને હંમેશા સેના પર નિશાન સાધ્યુ છે. પાકિસ્તાનમાં સમાજ વિભાજિત છે અને ઈમરાન ખાને પદ છોડતા પહેલા જ આ વિભાજનની વાવણી શરૂ કરી દીધી હતી.
ઈમરાન ખાનની બરતરફી પહેલા, તેમણે પાકિસ્તાનના એક સમયના નજીકના સાથી, યુનાઇટેડ સ્ટેટ્સ પર તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો અને તેમને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, તેના રાજકીય વિરોધીઓને પશ્ચિમના ગુલામ તરીકે લેબલ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ઇમરાન ખાનના સમર્થકો તેમના દરેક વિરોધીઓને પશ્ચિમના ગુલામ તરીકે જુએ છે. જોકે, એ અલગ વાત છે કે ઈમરાન ખાને પોતે જીવનનો સારો એવો સમય પશ્ચિમમાં એશ કરવામાં પસાર કર્યો છે.
આ દરમિયાન ઈમરાન ખાન પર બે ઘાતક હુમલા થયા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ઈમરાન ખાન પર ગોળી ચલાવવામાં આવી હતી, જેમાં ત્રણ ગોળી તેમના પગમાં વાગી હતી. જો કે તે બચી ગયા હતા, તેમણે ત્રણ લોકોના નામ આપ્યા હતા, શહેબાઝ શરીફ, આંતરિક મંત્રી રાણા સનાઉલ્લાહ અને આઈએસઆઈના નંબર-2 ફૈઝલ નસીર. જો કે, પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનના આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા.
પાકિસ્તાનમાં રાજકીય હિંસાનો લાંબો ઈતિહાસ છે અને ઈમરાન ખાને ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટ્યા બાદ શહેબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. તેમણે એમ પણ કહ્યુ હતુ કે 'જો તેમને વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવશે તો તેઓ ખતરનાક બની જશે' અને એવુ જ થયુ. તેમણે શાહબાઝ સરકાર વિરુદ્ધ જનતાના મનમાં ખરાબ રીતે નફરત જગાડી.
શાહબાઝ સરકારે ઈમરાન ખાન સામે કેસો કરીને જવાબ આપ્યો, જેના કારણે ઈમરાન ખાનના આરોપોને બળ મળ્યુ. શેહબાઝ સરકારે "તોશખાના કેસ"માં, ઇમરાન ખાન અને તેની પત્ની પર અન્ય દેશો દ્વારા આપવામાં આવેલી ભેટોને ગેરકાયદેસર રીતે રાખવા માટે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. ચૂંટણી પંચે ઈમરાન ખાન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે પાકિસ્તાનની કોર્ટે બુધવારે તોશખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યો હતો.
જો કે, ઈમરાન સામેની આ કાર્યવાહીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કારણ કે જનતા પણ જાણે છે કે સત્તા પર બેઠેલા લોકો પણ દૂધે ધોયેલા નથી. ઈમરાન ખાન પોતાની કરિશ્માઈ ઇમેજનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યા છે. તેથી લાંબા સમય સુધી પાકિસ્તાની સેના પણ ઈમરાન પર હાથ મૂકતા ડરતી રહી અને જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે આખુ પાકિસ્તાન સળગી ઉઠ્યુ
ધરપકડ થતાં પહેલાં, ઇમરાન ખાન દેશની મોટી વસ્તીને સમજાવવામાં સફળ રહ્યા કે પાકિસ્તાનના વિનાશ માટે પાકિસ્તાની સેના જવાબદાર છે, કારણ કે તેણે છેલ્લા 75 વર્ષમાં પાકિસ્તાનની નીતિઓ બનાવી છે. ઈમરાન ખાને આ માટે ભારતની વિદેશ નીતિને વારંવાર ટાંકી હતી.
તેમણે દેશની જનતાને કહ્યું કે પાકિસ્તાની સેના ભારત સામે ચાર લડાઈ હારી ગઈ છે, ઈમરાન ખાન જનતાને સમજાવવામાં સફળ રહ્યા છે કે પાકિસ્તાનની સેના અને અગાઉની સરકારોએ દેશને લૂંટ્યો હતો અને આજે લોકો ઈમરાન ખાન માટે જે રીતે બહાર આવ્યા છે. આના પરથી સમજી શકાય છે કે ઈમરાન ખાન પાકિસ્તાની સમાજને દેશની સેના વિરુદ્ધ કરવામાં સફળ થયા છે.
જો કે, મોટો પ્રશ્ન હજુ પણ એ જ છે કે જનતા ક્યાં સુધી ઈમરાન ખાન સાથે ઉભી રહેશે? આ વિરોધ કેટલો સમય ચાલશે, હવે ઈમરાન ખાન જેલમાંથી સુરક્ષિત રીતે બહાર આવી શકશે કે કેમ, તે એના પર નિર્ભર છે કે લોકો દેશના રસ્તા પર કેટલો સમય રહે છે. જો જનતા તેમના ઘરે પાછી ફરી તો ઇમરાન ખાનની રાજનીતિ અહીં સમાપ્ત થઈ સમજો.
A Punjabi mother from Central Punjab is crying and praying for #ImranKhan #BehindYouSkipper pic.twitter.com/bh2vQixBeY
— PTI (@PTIofficial) May 11, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
