ચાકૂની અણીએ મારા પર બળાત્કાર થયો હતો : પોપ સ્ટાર મેડોના
ન્યુ યોર્ક, 6 સપ્ટેમ્બર : વિશ્વભરના સંગીત પ્રેમીઓમાં 'ક્વીન ઓફ પોપ'ના નામે જાણીતી ગાયિકા મેડોનાએ પોતાના જીવનની એક દુખદ ઘટનાને ખુલ્લી કરી છે. અત્યંત દુખ સાથે તેણે જણાવ્યું છે કે જ્યારે હું એક ગાયિકા તરીકે મારી કાર્કિર્દીના પ્રારંભમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે ન્યુયોર્કમાં જ મારા પર ચાકૂની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
વિશ્વવિખ્યાત 55 વર્ષીય ગાયિકા મેડોનાએ જાણીતા મેગેઝિન 'હાર્પર્સ બાઝાર'ના નવેમ્બર અંકમાં એક ગેસ્ટ કોલમમાં પોતાના જીવનની આ કારમી અને આઘાતજનક વાસ્તવિકતાને લખી છે.

કેવી રીતે કરાયો બળાત્કાર?
મેડોનાએ લખ્યું છે કે "હું ન્યુ યોર્ક વિશે જેવું માનતી હતી, તે સંપૂર્ણ રીતે તેવું ન હતું. તેણે મને મુક્તમને આવકારી નથી. ન્યુ યોર્કમાં આવ્યાના પ્રથમ વર્ષે જ મને ગન પોઇન્ટ બતાવી પકડી લેવામાં આવી હતી. ત્યાર બાદ મારા બરડે ચાકૂની અણી ભોંકી મને બિવડાવવામાં આવી હતી અને એક બિલ્ડિંગના ધાબા પર લઇ જઇને મારી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો."

ઘરમાં ચોરી પણ થઇ
મેડોનાએ આ કોલમમાં આગળ લખ્યું છે કે "મારા એપાર્ટમેન્ટમાં ત્રણ વાર ચોરી પણ થઇ ચૂકી છે. મને ખબર નથી શા માટે આવું બને છે. તેમણે પ્રથમવાર મારો રેડિયો ચોર્યો હતો. ત્યાર બાદ મારા માટે કોઇ વસ્તુની કિંમત રહી નથી."

ટ્રુથ ઓર ડેર
મેડોનાએ ગેસ્ટ કોલમ 'ટ્રુથ ઓર ડેર'માં ન્યુયોર્કમાં સંઘર્ષ કર્યા બાદ નાસી પાસ થવાના આરે આવીને ઉભેલી તેણે કેવી હિંમત દાખવી અને ગમે તેમ કરીને સ્થિતિઓ સામે ટકી હતી. તે લખે છે કે ન્યુ યોર્ક આવવા માટે મેં યુનિવર્સિટી ઓફ મિશિગનની ડાન્સ સ્કોલરશિપનો અસ્વીકાર કર્યો હતો.

સહનશક્તિની મદદ
કોલમમાં તેણ લખ્યું છે "હું પડી ભાંગી હતી. મને મારા બચવા પર તિરસ્કાર થતો હતો. પણ હું મક્કમ હતી. એકલી હતી. મારા મારી જાતને દરરોજ અનેક સંઘર્ષોમાંથી પસાર કરવી પડી હતી. હું ઘણીવાર પીડિત બની હતી અને બાથરૂમમાં રડતી હતી. મને એમ થતું હતું કે ગાયિકા બનવા માટે જો આ બધામાંથી પસાર થવું જરૂરી છે તો હું તે સહન કરવા માટે તૈયાર છું."

સાહસવૃત્તિએ કરી સહાય
મેડોના જણાવે છે કે હું ખિસ્સામાં માત્ર 35 ડોલર લઇને મોટી હસ્તિ બનવાના સપના સાથે ન્યુ યોર્ક આવી હતી. જો કે સાહસવૃત્તિ મારા લોહીમાં હતી તેટલા માટે આટલા સંઘર્ષ સામે હું ટકી શકી હતી. જો મેં ત્યારે મારા જીવનમાં સાહસ દાખવ્યું ના હોત તો આજે હું આ ટોચ પર ના પહોંચી હોત.

ટ્રુથ ઓપ ડેર

સાહસ વૃત્તિએ કરી સહાય
મેડોના જણાવે છે કે હું ખિસ્સામાં માત્ર 35 ડોલર લઇને મોટી હસ્તિ બનવાના સપના સાથે ન્યુ યોર્ક આવી હતી. જો કે સાહસવૃત્તિ મારા લોહીમાં હતી તેટલા માટે આટલા સંઘર્ષ સામે હું ટકી શકી હતી. જો મેં ત્યારે મારા જીવનમાં સાહસ દાખવ્યું ના હોત તો આજે હું આ ટોચ પર ના પહોંચી હોત.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11

Click it and Unblock the Notifications