Hush Money: ડોનાલ્ડ ટ્રમ્પ બધા 34 આરોપોમાં દોષિત પુરવાર, અમેરિકાના ઈતિહાસમાં પહેલા ગુનાખોર રાષ્ટ્રપતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ગુનામાં દોષિત ઠરનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. તેમને એક પૉર્ન સ્ટારને હશ મની પેમેન્ટ્સ છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડસમાં હેરાફેરી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ટ્રમ્પ તેમની સામે પેન્ડિંગ તમામ 34 કેસમાં દોષી સાબિત થયા છે.
સૈદ્ધાંતિક રીતે તેમને દરેક કેસ માટે ચાર વર્ષની સજા થઈ શકે છે પરંતુ તેમને પ્રોવેશન મળવાની શક્યતા વધુ છે. આ બધું અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા મહિના પહેલા થયું છે. માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે તે વ્હાઇટ હાઉસ પરત ફરતા જોવા મળી શકે છે.

અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ પર 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા ચૂપ રહેવા માટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવણી કરવાનો અને તેને છુપાવવા માટે તેના બિઝનેસ રેકોર્ડમાં હેરફેર કરવાના 34 આરોપ મૂકવામાં આવ્યા હતા. આ તમામ આરોપોમાં ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા છે.
જોકે, ટ્રમ્પે દસ્તાવેજોમાં છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ સિવાય તેણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધ હોવાનો પણ ઈન્કાર કર્યો છે. આ કેસમાં જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ ટ્રમ્પની સજા અંગે પોતાનો ચુકાદો આપશે.
તમને જણાવી દઈએ કે, આ નિર્ણય એવા સમયે આવશે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત થવાની છે. રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવનાર છે.
ટ્રમ્પે કોર્ટ રૂમની બહાર કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે કહ્યું, "હું નિર્દોષ છું. અમે લડીશું. અમે છેવટ સુધી લડીશું અને જીતીશું. સાચો નિર્ણય 5 નવેમ્બરે દેશની જનતા લેશે. આ શરૂઆતથી જ કપટી નિર્ણય હતો."
ટ્રમ્પને 2020ની ચૂંટણીના પરિણામોને પલટવાનુ ષડયંત્ર રચવા અને વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ ગુપ્ત દસ્તાવેજોને જમા કરવાથી લઈને સંઘીય અને રાજ્યના આરોપોનો પણ સામનો કરવો પડ્યો. જો ટ્રમ્પને આ મામલામાં સજા થાય તો પણ તેમને ચૂંટણી પ્રચાર કરતા રોકવામાં આવી શકશે નહિ. જો ટ્રમ્પ જેલમાં રહીને પ્રમુખપદની ચૂંટણી જીતી જાય તો તેમને પદના શપથ લેતા રોકી શકાય નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
