UKની શાળામાં હિન્દુ વિદ્યાર્થીએને કરાયું ધર્મ પરિવર્તનું દબાણ, જાણો ચોંકાવનારો રિપોર્ટ
લંડન : બ્રિટનની શાળામાં હિન્દુ વિરોધી નસ્લવાદનો કાળો ચહેરો સામે આવ્યો છે. લંડનમાં આવેલી એક થિંક ટેંકની રિપોર્ટમાં બ્રિટનની અમુક શાળામાં હિન્દુ વિદ્યાર્થી પર અત્યાચારની ઘટના જણાવવામાં આવી છે. આ રિપોર્ટમાં હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં થતા ભેદભાવ અને ધાક-ધમકીની ઘટનાઓ ઉજાગર થઇ છે.
અહેવાલોમાં સામે આવ્યું છે કે, બ્રિટિશ શાળાઓમાં હિન્દુ બાળકોની મજાક ઉડાવવામાં આવે છે. કારણ કે, તેઓ બહુવિધ દેવતાઓની પૂજા કરે છે.

શાળાઓને પણ ઝાકિર નાઈકના વીડિયો સાંભળવાની ફરજ પાડવામાં આવી રહી છે. બ્રિટિશ બાળકો હિન્દુ વિદ્યાર્થીઓને 'પાકી' કહે છે અને બ્રિટિશ શાળાઓમાં હિન્દુ-વિરોધી અપશબ્દો સામાન્ય છે. ભારતમાં જાતિ પ્રથા અને સામાજિક દુષણો માટે હિન્દુઓને દોષી ઠેરવવામાં આવે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બ્રિટિશ શાળાઓમાં હિન્દુ બાળકોને ભારતમાં ઘટનાઓ અથવા ભારતીય રાજ્યની ક્રિયાઓ માટે તે જ રીતે જવાબદાર ગણવામાં આવે છે, જે રીતે યહૂદીઓ ઈઝરાયેલની ક્રિયાઓ માટે પૂર્વગ્રહનો સામનો કરે છે.
લંડન સ્થિત હેનરી જેક્સન સોસાયટીના અહેવાલનું શીર્ષક 'શાળાઓમાં હિન્દુ વિરોધી નફરત' છે. તે ચાર્લોટ લિટલવુડ દ્વારા લિખિત છે. આ રિપોર્ટમાં 998 હિન્દુ માતા-પિતાના ઈન્ટરવ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોના માતા-પિતાએ બ્રિટિશ સ્કૂલોની ઘણી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, બ્રિટિશ શાળાઓમાં હિન્દુ ધર્મ પર ખૂબ જ નબળું જ્ઞાન આપવામાં આવ્યું છે.
રિપોર્ટમાં પરિવારે જણાવ્યું હતું કે, શાળામાં ભણાવવામાં આવતા ધાર્મિક શિક્ષણમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવે છે. પરિવારોનું કહેવું છે કે, ભારતમાં 400 વર્ષથી વધુ બ્રિટિશ શાસન હોવા છતાં, બ્રિટિશ લોકોમાં હિન્દુ ધર્મના જ્ઞાનનો ઘણો અભાવ છે. તેઓ અમારા દેવતાઓને સમજી શકતા નથી અને આનાથી અમારા બાળકોને શાળામાં મુશ્કેલી પડે છે. અન્ય એક પરિવારે જણાવ્યું હતું કે, હિન્દુ બાળકો શાકાહારી હોવા અને તેમની ધાર્મિક પ્રથાઓ માટે પણ મજાક ઉડાવે છે.
એક છોકરી પર બીફ ફેંકવામાં આવ્યું હતું. કારણ કે, તે હિન્દુ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક મુસ્લિમે એક હિન્દુ બાળકને કહ્યું કે જો તેઓ ઈસ્લામ સ્વીકારશે તો 'ગુંડાગીરી બંધ થઈ જશે'. એક પરિવારે કહ્યું કે, 'મારા બાળકે ખાસ કરીને ભારતમાં વડાપ્રધાન મોદીના ઉદય પછી અને કલમ 370 નાબૂદ કર્યા પછી ઘણી વખત ગુંડાગીરીનો સામનો કરવો પડ્યો છે.' ત્યાંના મુસ્લિમ બાળકો હિન્દુ બાળકોને પૂછે છે 'આપ લોગ તમે અમારી મસ્જિદ કેમ તોડી રહ્યા છો, આવું કેમ કરો છો? અમારા પર હુમલો શા માટે કરો છો?'
ઘણા પરિવારોએ જણાવ્યું હતું કે, કેટલાક બાળકોએ મારા બાળકોને ઝાકિર નાઈકનો વીડિયો જોઈને ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું છે. કારણ કે, હિન્દુ ધર્મનો કોઈ અર્થ નથી. બીજામાં એક ખ્રિસ્તી બાળકે હિન્દુ બાળકને કહ્યું કે 'ઈસુ તમારા દેવતાઓને નરકમાં મોકલશે.' કેટલાક હિન્દુ બાળકોએ દાદાગીરીને કારણે શાળાએ જવાની ના પાડી. સર્વેક્ષણમાં 51 ટકા હિન્દુ માતા-પિતાએ અહેવાલ આપ્યો છે કે, તેમના બાળકને શાળાઓમાં હિન્દુ વિરોધી નફરતનો અનુભવ થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
