નિર્દયી હમાસ આતંકવાદીઓએ 9 મહિનાના બાળકને બંધક બનાવ્યું!
ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 39મો દિવસ છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર 200 ફિલિસ્તીનિયો મોત થયા છે, જ્યારે ઈઝરાયેલમાં લગભગ 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધ દરમિયાન હમાસના લડવૈયાઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. જેમાં 32 બાળકોનો પણ સમાવેશ થાય છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે બંધક બનાવવામાં આવેલા બાળકોમાં સૌથી નાનો બાળક માત્ર 10 મહિનાનો છે. આ બાળકનું નામ કેફિર બિબાસ છે જેનું માત્ર 9 મહિનાની ઉંમરે અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકને તેના પરિવાર સાથે બંધક બનાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કેફિર બિબાસ દક્ષિણ ઈઝરાયલના કિબુત્ઝમાં પોતાના ચાર વર્ષ મોટા ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. જે બાળક હજી ઘૂંટણીયે ચાલતાં માંડ શીખ્યું હોય તે બાળકને આતંકવાદીઓએ બંધક બનાવી લીધું હતું.
7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓ કેફિરના ચાર વર્ષના ભાઈ, માતા શિરી અને પિતા યાર્ડનને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. હવે કેફિરના દાદાને આશા છે કે બાળકને અને તેના માતા-પિતાને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવશે.
This beautiful baby boy Kfir Bibas was just nine months old when he was ripped from his home and kidnapped by Hamas terrorists.
— Israel ישראל 🇮🇱 (@Israel) November 12, 2023
He is now 10 months old and still being held hostage in Gaza.
Pray for the return of Kfir, his big brother Ariel, his mother Shiri and father… pic.twitter.com/lyqehDslOG
કેફિરના દાદા એલી બિબાસે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને છેલ્લા એક મહિનાથી કેફિર અને તેના પરિવાર તરફથી કોઈ સમાચાર મળ્યા નથી. "હવે મારા જીવનનો હેતુ મારા પરિવારને પાછો લાવવાનો છે," કેફિરના દાદાએ કહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
