Coronaviruન પગલે હજ યાત્રાને લઇ સાઉદી અરબ સરકારનું મોટું એલાન
Coronaviruન પગલે હજ યાCoronaviruન પગલે હજ યાત્રાને લઇ સાઉદી અરબ સરકારનું મોટું એલાનત્રાને લઇ સાઉદી અરબ સરકારનું મોટું એલાન
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વર્ષે હજ યાત્રા થસે કે નહિ? હવે આ સસ્પેન્સને ખતમ કરતા સાઉદી અરબે એલાન કર્યું છે કે આ વર્ષે બહુ સીમિત સંખ્યામાં મુસ્લિમોને મંજૂરી આપવામાં આવશે. સાઉદી અરબમાં રહતા લોકોને જ હજ યાત્રાની મંજૂરી હશે. આંતરરાષ્ટ્રીય હજ યાત્રીઓને મંજૂરી નહિ અપાય. જણાવી દઇએ કે સામાન્ય રીતે દર વર્ષે હજ યાત્રામાં 25 લાખ લોકો સામેલ થાય છે.

સાઉદી અરબ સરકારનું એલાન
સાઉદી અધિકારીઓએ કહ્યું કે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને પગલે આ ફેસલો લેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ અનુમાન લગાવવામા આવી રહ્યું હતું કે આ વર્ષે 20 લાખથી વધુ લોકો હજ માટે મક્કા અને મદીના આવશે. જો કે મહામારીને જોતા કહેવામાં આવી રહ્યું હતું કે આ વર્ષે હજ સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી શક છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે સાઉદી અરબે રાષ્ટ્રની સ્થાપના બાદથી લગભગ 90 વર્ષોમાં ક્યારેય પણ હજ રદ્દ નથી કરી.

ભારતથી કોઇ હજયાત્રી જઇ નહિ શકે
કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવાર કહ્યું, મહામારીના કારણે આ વર્ષ ભારતીય નાગરિકોને હજ પર મોકલવામાં નહિ આવે. સોમવારે રાતે સાઉદી અરબ સરકારમાં હજ મત્રી ડૉ મહમ્મદ સાલહ બિન તાહેર બેંતેનનો ફોન આવ્યો હતો. તેમણે આખી દુનિયામાં કરોના મહામારી વિશે ચર્ચા કરી. સાથે જ આ વખતે ભારતથી હજ યાત્રીઓને ના મોકલવાનું સૂચન કર્યું.

કોરોના વાયરસથી સાઉદીની હાલત
જણાવી દઇએ કે આ વર્ષે દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. આ સંક્રમણથી સાઉદી અરબ પણ બચી નથી શક્યું. સાઉદી અરબમાં દરરોજ કોરોના વાયરસના નવા દર્દીની પુષ્ટિ થઇ રહી છ. સાઉદીમાં અત્યાર સુધી 1,61,005 કોરોના દર્દીની પુષ્ટિ થઇ ચૂકી છે. અહીં 1307 લોકોના કોરોનાથી મોત થઇ ચૂક્યાં છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
