પુત્ર બાદ હવે હાફિઝ સઈદનો મોસ્ટ વોન્ટડ મિત્ર ઢેર, કરાચીમાં ગોળી મારીને હત્યા
આતંકનું આકા પાકિસ્તાન આતંકીઓને બચાવવાના પ્રયાસો કરી રહ્યું હોવા છત્તા સફાયો ચાલુ છે. હવે આ ક્રમમાં કરાચીમાં હાફિઝ સઈદના મિત્ર અને મોસ્ટ વોન્ડેટ આતંકી કૈસર ફારૂકને કાયમ માટે સુવડાવી દેવાયો છે.
પાકિસ્તાનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો સતત ખાતમો કરવામાં આવી રહ્યો છે અને હાફિઝ સઈદના પુત્ર બાદ તેના મિત્ર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કૈસર ફારૂકની હત્યાના સમાચાર સામે આવ્યા છે.

અહેવાલો અનુસાર, કરાચીમાં કૈસર ફારૂકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જો કે હજુ એ વાતની પુષ્ટિ નથી થઈ કે માર્યા ગયેલા વ્યક્તિનું નામ કૈસર ફારૂક છે તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કૈસર ફારુક છે કે નહીં?
અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓનું માનવું છે કે કૈસર ફારૂકને નિશાન બનાવવામાં આવ્યો છે અને આ ટાર્ગેટ કિલિંગની ઘટના છે. લશ્કર-એ-તૈયબાના અન્ય મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કૈસર ફારૂકને પાકિસ્તાનના કરાચીમાં અજ્ઞાત લોકો દ્વારા ઠાર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, મુફ્તી કૈસર ફારૂક લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંથી એક હતો અને વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદના નજીકનો સહયોગી હતો. જો કે હજુ આ વાતની પૃષ્ટિ નથી થઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કૈસર ફારૂક જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના પર ફાયરિંગ શરૂ થઈ જાય છે. આ દરમિયાન તે ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ ભાગી શકતો નથી અને સ્થળ પર જ માર્યો જાય છે.
પોલીસ અધિકારીઓ અનુસાર, ઇડી સેન્ટર નજીક ગુલશન-એ-ઓમર મદરેસામાં કેટલાક સશસ્ત્ર માણસોએ 30 વર્ષીય કૈસર ફારૂક અને 10 વર્ષના ફારૂક શાકીરને ગોળી મારીને ઘાયલ કર્યા હતા અને ભાગી ગયા.
સમનાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી ઇર્શાદ અહમદ સૂમરોએ જણાવ્યું કે, ઘાયલોને અબ્બાસી શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ફારૂકનું મોત થયુ છે. તેને પીઠના ભાગે ગોળી વાગી હતી.
કરાચી સેન્ટ્રલના એસએસપી ફૈઝલ અબ્દુલ્લા ચાચરે કહ્યું કે, આ ટાર્ગેટ કિલિંગ તરફ ઈશારો કરે છે. ઘટનામાં પીડિતો પાસેથી કંઈ પણ લૂંટવામાં આવ્યુ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ઘણા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં માર્યા ગયા છે.
28 સપ્ટેમ્બર - હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઝિયા-ઉર રહેમાનને કરાચીમાં ઠાર કરવામાં આવ્યો.
29 સપ્ટેમ્બર - પાકિસ્તાનની જબ્બા ઘાટીમાં હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનો મૃતદેહ મળવાનો દાવો. અજાણ્યા લોકોએ તેનું અપહરણ કર્યું હતું.
30 સપ્ટેમ્બર - હાફિઝના નજીકના સાથી અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કૈસર ફારુકે કરાચીમાં માર્યા ગયાનો દાવો કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
