H-1B Visa : H-1B વિઝાની 1 લાખ ડોલરની ફીમાંથી કોને રાહત? અમેરિકાએ ચોખવટ કરી
H-1B Visa : યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા નવા 100,000 ડોલર H-1B વિઝા ફી લાગુ કરવા અંગે વિગતવાર ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.
૧૯ સપ્ટેમ્બરના રાષ્ટ્રપતિના જાહેરનામા (presidential proclamation) બાદ આ નિયમ કોને લાગુ પડશે અને કોને તેમાંથી મુક્તિ મળશે તે વિશેની મૂંઝવણ હવે દૂર થઈ છે. આ સ્પષ્ટતાથી ભારતીય પ્રોફેશનલ્સ અને યુએસની કંપનીઓને મોટી રાહત મળી છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા ૨૦ ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલ અપડેટ મુજબ, H-1B અરજીઓ માટેની આ વધારાની ફી મુખ્યત્વે એવા નવા અરજીકર્તાઓને લાગુ પડશે જેઓ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ (સવારે ૧૨:૦૧ EDT) કે તે પછી અરજી કરે છે અને જેઓ યુએસની બહાર રહે છે અને જેમની પાસે માન્ય H-1B વિઝા નથી.
આ ફી એવા અરજીકર્તાઓને પણ લાગુ પડશે જેઓ યુએસમાં રહેલા હોવા છતાં તેમના માટે કાઉન્સિલર નોટિફિકેશન અથવા પોર્ટ-ઓફ-એન્ટ્રી નોટિફિકેશનની વિનંતી કરે છે.
આ ઉપરાંત જો ચેન્જ-ઓફ-સ્ટેટસ અથવા એક્સટેન્શનની વિનંતી નકારવામાં આવે અને તેમને માત્ર કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે મંજૂરી મળે તો પણ આ ફી ભરવાની રહેશે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ની સ્પષ્ટતા અનુસાર, કેટલાક અરજીકર્તાઓને 100,000 ની વધારાની ફી માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ હેઠળ આવતા અરજીકર્તાઓમાં હાલના H-1B વિઝા ધારકોનો સમાવેશ થાય છે, એટલે કે જેમની પાસે પહેલેથી જ માન્ય H-1B વિઝા છે અથવા જેમના માટે 21 સપ્ટેમ્બર 2025 પહેલા અરજી દાખલ થઈ ગઈ હતી.
આ ઉપરાંત, યુએસમાં સ્ટેટસ બદલનારા અરજીકર્તાઓને પણ ફીમાંથી મુક્તિ મળશે. આમાં એવા F-1 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહીને H-1B સ્ટેટસ માટે અરજી કરે છે, તેમજ કોઈપણ માન્ય નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ પર યુ.એસ.માં રહેલા અને H-1B માટે અરજી કરનારા લોકો પણ મુક્તિને પાત્ર છે.
યુએસની અંદર રહીને સ્ટેટસમાં ફેરફાર (Change of Status), સુધારો (Amendment) અથવા રહેવાની મુદતનું વિસ્તરણ (Extension of Stay) માંગતી અરજીઓ (જો મંજૂર થાય તો). આ લાભાર્થીઓ યુએસની બહાર મુસાફરી કરીને પાછા ફરે તો પણ મુક્તિ ચાલુ રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે H-1B લોટરીમાં પસંદ કરાયેલા તમામ અરજદારોને પણ ફીમાંથી મુક્તિ મળશે.
આ સિવાય ડોકટરો, ફિઝિશિયન્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ, યુનિવર્સિટીઓ, નોન-પ્રોફિટ રિસર્ચ સંસ્થાઓ અને સરકારી સંશોધન એકમો અને રાષ્ટ્રીય હિત મુક્તિ (National Interest Waivers) જેમાં સંરક્ષણ (Defense) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
મુક્તિની માંગણી કરનાર અરજદારોએ ફોર્મ ભરતી વખતે હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી તરફથી પુરાવાની નકલ રજૂ કરવી આવશ્યક છે.
જે કંપનીઓને ફી લાગુ પડે છે, તેમણે 100,000ની ચુકવણી federal payment portal pay.gov દ્વારા કરવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
