અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલો
કાબુલ, 23 મેઃ અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. છેલ્લા ચાર કલાકથી આ હુમલો જારી છે. અફઘાનિસ્તાનના હેરાતમાં થયેલા આ હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી. બે આતંકવાદી માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચાર તાલિબાની આતંકવાદીઓ સાથે અથડામણ જારી છે.

26 મેના રોજ સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ છે, હામિદ તેમાં ભાગ લેવા આવનારા છે. તેઓ ભારત આવે તે પહેલા ભારતીય દૂતાવાસ પર હુમલો થતા અનેક પ્રશ્નો ઉઠ્યાં છે.












Click it and Unblock the Notifications
