IVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડા
અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાના પુસ્તક ‘બીકમિંગ' 13 નવેમ્બરે લોન્ચ થશે. મિશેલે પોતાના આ પુસ્તકમાં તેમણે આઠ વર્ષો દરમિયાન વ્હાઈટ હાઉસના અનુભવો શેર કર્યા છે.
અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાના પુસ્તક 'બીકમિંગ' 13 નવેમ્બરે લોન્ચ થશે. મિશેલે પોતાના આ પુસ્તકમાં દરેક એ વાતનો ઉલ્લેખ કર્યો છે જે તેમણે આઠ વર્ષો દરમિયાન વ્હાઈટ હાઉસમાં રહીને અનુભવ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા એવા ઘણા પાસાંઓને સ્પર્શ્યા જેના વિશે અત્યાર સુધી કોઈને પણ ખબર નહોતી. પોતાના પુસ્તકમાં મિશેલ ઓબામાએ પોતાના ગર્ભપાત વિશે તો વાત કરી છે ઉપરાંત તેમણે આમાં એ પણ જણાવ્યુ છે કે તેમની બંને પુત્રીઓ માલિયા અને સાશા આઈવીએફની મદદથી જન્મી છે.

20 વર્ષ પહેલા સહન કરી હતી પીડા
મિશેલે પોતાના મેમોયરના એક હિસ્સામાં વાંઝિયાપણા સાથેના પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. મિશેલના આ પુસ્તકની એક એડવાન્સ કોપી અમેરિકી વર્તમાનપત્ર વોશિંગ્ટન પોસ્ટને આપવામાં આવી છે. 20 વર્ષ પહેલા મિશેલે ગર્ભપાતની પીડા સહન કરી હતી. 54 વર્ષના મિશેલ લખે છે, ‘તે સતત ગર્ભધારણની કોશિશો કરી રહ્યા હતા. પરંતુ કંઈ ઠીક નહોતુ થઈ રહ્યુ.' ત્યારબાદ એક દિવસ તે અને તેમના પતિ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો. ત્યારબાદ બંને ખુશ હતા કારણકે આ એક ટેસ્ટે તેમની દરેક ચિંતાઓ ભૂલાવી દીધી હતી. પરંતુ બે સપ્તાહ બાદ જ મિશેલને ગર્ભપાતમાંથી પસાર થવુ પડ્યુ.

બરાક ઓબામા વ્યસ્ત હતા ચૂંટણીઓમાં
આ ઘટનાએ તેમને અંદર સુધી તોડી દીધા હતા અને પતિ-પત્નીને એક વિચિત્ર નિરાશાએ ઘેરી લીધી હતી. ત્યારબાદ ઓબામા દંપત્તિએ આઈવીએફનો વિકલ્પ પસંદ કર્યો. આઈવીએફ પ્રક્રિયા પર હજારો ડૉલરનો ખર્ચ આવે છે. ઘણા કપલ્સને તો એકથી વધુ વાર કોશિશ કરવી પડે છે. મિશેલે જણાવ્યુ છે કે તે આ સમય દરમિયાન સંપૂર્ણપણે એકલા હતા. તેમના પતિ ઓબામા ચૂંટણીઓમાં વ્યસ્ત હતા. ઘણી હદ સુધી તેમણે એકલાએ જ બધી વસ્તુઓ સહન કરી. મિશેલે ગુડ મોર્નિંગ અમેરિકાના હોસ્ટ રોબિન રોબર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, ‘મને લાગે છે કે હું ક્યાંક ખોવાઈ ગઈ છુ અને એકલી છુ અને મને હંમેશા અનુભવ થતો હતો કે હું એક અસફળ મહિલા છુ.'

કેમ શેર કર્યો અનુભવ
મિશેલે જણાવ્યુ કે તેમને ખબર નહોતી કે ગર્ભપાત કેટલો સામાન્ય હોય છે કારણકે તે એના વિશે વાત નહોતા કરતા. મિશેલે કહ્યુ કે આપણે આપણુ દુઃખ લઈને બેસી રહીએ છીએ અને એમ વિચારીએ છીએ કે કંઈ પણ થાય હું તૂટી ચૂકી છુ. મિશેલે જણાવ્યુ કે લગભગ બે દાયકા પહેલા જ્યારે તેમણે ગર્ભપાતની પીડા સહન કરી હતી ત્યારે આ વિશે વધુ વાતો થતી નહોતી. મિશેલની માનીએ તો આજે તે આ વિશે વાત કરી રહી છે કારણકે તેમને આશા છે કે આના પર વાત કરવાથી કંઈક બદલી શકશે. ઓબામાની માનીએ તો બાયોલોજીકલ ક્લોક એક સત્ય હોય છે અને તે સૌથી ખરાબ હોય છે. દરેક મહિલાએ આમાંથી પસાર થવુ પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
