કાઠમંડુથી દુબઈ જઈ રહેેલી ફ્લાઈટના એન્જિનમાં આગ, સુરક્ષિત લેન્ડિંગ કરાયુ
વધુ એક ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે. સમાચાર અનુસાર, નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગતા ફ્લાઈટનુ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
આ મુદ્દે માહિતી આપતા નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, ફ્લાય દુબઈની ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે લેન્ડ કરાવાઈ છે. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી હતી. કાઠમંડુ એરપોર્ટ પર હવે સ્થિતી સામાન્ય છે.

નેપાળના પર્યટન મંત્રી અનુસાર, કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. દુબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 વિદેશી નાગરિકો સવાર હતા.
સૂત્રો અનુસાર, આ ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જે બાદ એરપોર્ટ પર હંગામો સર્જાયો હતો. ત્યારબાદ ફાયર વિભાગના વાહનો સ્થળ પર પહોંચ્યા હતા.
ત્રિભુવન એરપોર્ટ પ્રમુખ પ્રતાપ બાબુ તિવારીના હવાલાથી સુત્રોએ જણાવ્યુ કે, ફ્લાઈ દુબઈએ ફ્લાઈટ ઉપડતા જ ઈમરજન્સી જાહેર કરી હતી અને હવે તેના સ્થિતી સામાન્ય છે. ફ્લાઈટને ઉડાન ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. દુબઈ જઈ રહેલા વિમાનમાં આકાશમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
