રશિયાની ધમકી વચ્ચે NATO માં સામેલ થયુ ફિનલેન્ડ, હવે કુલ 31 દેશ સભ્ય
આખરે ફિનલેન્ડ નાટોમાં સામેલ થઈ ગયુ છે. યુક્રેશ અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે યુરોપમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સતત રશિયાની ધમકી વચ્ચે હવે ફિનલેન્ડ નાટોનું 31 મું સભ્ય બની ગયુ છે. ફિન્સલેન્ડ સામેલ થતા જ હવે રશિયા અને નાટો દેશો વચ્ચેની સરહદ લગભગ ડબલ થઈ ગઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, ફિનલેન્ડની 1300 કિલોમીટર લાંબી સરહદ રશિયાને અડે છે. હવે યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયા માટે આ મુશ્કેલી વધી શકે છે. આ પહેલા તુર્કીની સંસદમાં ફિનલેન્ડને નાટો સભ્ય બનાવવા માટે મંજુરી અપાઈ હતી.

ફિનલેન્ડને નાટોમાં સમાવાયા બાદ મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે ફિનલેન્ડનું સ્વાગત કર્યુ અને કહ્યું કે, અગાઉ અમે વિચાર્યું નહોતું કે ફિનલેન્ડ અમારું સભ્ય બનશે. હવે તે અમારા ગઠબંધનનું સંપૂર્ણ સભ્ય હશે. આ ખરેખર ઐતિહાસિક છે. બીજી તરફ ક્રેમલિને આ પગલાને રશિયાની સુરક્ષા અને હિતો પર હુમલો ગણાવ્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, આ રશિયાની સુરક્ષા પર હુમલો છે. આ પગલા પછી અમને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી વળતા પગલાં લેવાની ફરજ પડશે.
અહીં એ પણ જણાવી દઈએ કે, સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં નાટોના વિદેશમંત્રીઓની બેઠક પહેલા કહ્યું હતું કે, આવતીકાલથી ફિનલેન્ડ નાટોનું સંપૂર્ણ સભ્ય બની જશે. ફિનલેન્ડના જોડાવાથી આંતરસરકારી લશ્કરી જોડાણ મજબૂત થશે. તેમણે ઉમેર્યું કે નાટો ટૂંક સમયમાં સ્વીડનને સંપૂર્ણ સભ્ય તરીકે આવકારવાની આશા રાખે છે.
અહીં એ જાણવુ જરૂરી છે કે, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુરોપમાં પરિસ્થિતી બદલાઈ છે. રશિયાના હુમલા બાદ ફિનલેન્ડ અને તેના પાડોશી સ્વીડનને દાયકાઓથી ચાલી આવતી બીન જોડાણવાદી નીતિ છોડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
