પાયલટે જ કરી લીધું છે MH 370નું અપહરણ!
કુઆલાલંપુર, 18 માર્ચ: મલેશિયન ફ્લાઇટ એમએચ 370 ક્યાં ગયું, ગુનિયાના 25 દેશ બસ દિવસ રાત એ સવાલનો જવાબ મેળવવા છેલ્લા 11 દિવસથી મથી રહ્યા છે. ફ્લાઇટમાં સવાર 239 યાત્રિયોના ઘરવાળાઓની ચિંતા પણ હવે વધતી જઇ રહી છે.
આ ફ્લાઇટ સાથે જોડાયેલી ઘણા પ્રકારની થીયોરીઝ સામે આવી રહી છે. આ તમામની વચ્ચે મહત્વની વાત નીકળીને બહાર આવી છે કે વિમાન બોઇંગ 377ના બંને પાયલટના વ્યવવહારને લઇને તપાસ એજન્સીઓની શંકા ઘેરાઇ રહી છે.
આ વિમાનની શોધ દુનિયાની સૌથી મોટી શોધમાં પરિવર્તિત થઇ રહી છે અને વિશ્લેષકોનું માનીએ તો પૃથ્વીના દસમાં ભાગને તેના તપાસ માટે ખંગોળવામાં આવી રહ્યું છે. સૌથી પહેલી વાત ફ્લાઇટના કો-પાયલટ 27 વર્ષીય ફરીદ અબ્દુલ હમીદની. તપાસકર્તાઓ અનુસાર અબ્દુલના છેલ્લા શબ્દ હતા, 'ઓલ રાઇટ ગુડ નાઇટ' અને ત્યારબાદ તુરંત આ ફ્લાઇટ રડાર પરથી ગાયબ થઇ ગયું. તપાસકર્તા હમીદના આ શબ્દોમાં છૂપાયેલા રાજને તપાસવાની કોશીશ કરવામાં આવી રહી છે.
તેમના જણાવ્યા અનુસાર હમીદના આ સંદેશમાં લગભગ કોઇ ઇશારો છૂપાયેલો છે. આ મેસેજના એક મિનિટ બાદ ફ્લાઇટના ટ્રાંસપોંડરોને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ એવું પણ માની રહ્યા છે કે બની શકે છે કે હમીદ ત્યારબાદ અન્યકોઇના નિયંત્રણમાં આવી ગયો હોય. તપાસકર્તાઓ માની રહ્યા છે કે આ અવાજ ફ્લાઇટના પાયલટમાંથી એક કેપ્ટન જહારી અહમદ શાહની હોય.
કેપ્ટન જહારી અહમદ શાહ અંગે માલૂમ પડ્યું છે કે વિપક્ષના નેતા અનવર ઇબ્રાહીમના એક મોટા સમર્થક છે. 57 વર્ષીય કેપ્ટન શાહે 'ડેમોક્રેસી ઇઝ ડેડ' વાળી ટી-શર્ટ પહેરી હતી. આની સાથે જ તેમની પર શંકા ઘેરાઇ રહી છે કારણ કે મલેશિયાની સરકાર વિરુધ્ધ જારી વિરોધ પ્રદર્શનો બાદ ઇબ્રાહીમને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો.

ફ્લાઇટની તપાસમાં લાગેલી એફબીઆઇને મલેશિયાઇ પોલીસે જાણકારી આપી છે કે બંને પાયલટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેમને એક સાથે કોઇપણ ફ્લાઇટને ઓપરેટ કરવાની જવાબદારી ના આપે. આ જાણકારીના આધારપર એફબીઆઇ એવું માની રહી છે કે બની શકે છે કે આ ફ્લાઇટ પાઇરસીનો શિકાર થઇ ગઇ હોય અને તેમાં સવાર યાત્રીઓને એક અજાણ્યા સ્થળે બંધી બનાવીને રાખવામાં આવ્યા હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
