FATF: આજે પેરિસથી એલાન થશે, ફેબ્રુઆરી 2020સુધી ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન
FATF: આજે પેરિસથી એલાન થશે, ફેબ્રુઆરી 2020સુધી ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન
ઈસ્લામાબાદઃ આજે ફ્રાંસની રાજધાની પેરિસથી પાકિસ્તાનને લઈ એક મોટા ફેસલાનું એલાન થનાર છે. ટેરર ફાઈનેંસિંગ અને મની લૉન્ડ્રિંગને લઈ ફાઈનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ તરફથી સત્તાવાર એલાન કરવામાં આવશે કે પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધી ડાર્ક ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે. જો કે કેટલાક દિવસો પહેલા આ વાતની સૂચના મળી ચૂકી છે કે પાકિસ્તાન સંસ્થાની ગ્રે લિસ્ટમાં જ બની રહેશે. બસ આજે આને માત્ર એક ઔપચારિક એલાન જ માનવાાં આવી રહ્યું છે.

જૂન 2018થી ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન
મંગળવારે એક મહત્વના ઘટનાક્રમ અંતર્ગત પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધી ગ્રે લિસ્ટમાં રાખવાનો ફેસલો થયો હતો. સાથે જ આ દેશને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડ્રિંગને સંપૂર્ણપણે ખતમ કરવા માટે વધારાનાં પગલાં ભરે. પેરિસમાં થયેલ એક મિટિંગમાં આ વાત પર ફેસલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના અખબાર ધી ડોન તરફથી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા મુજબ એફએટીએપ, મની લોન્ડ્રિંગ અને ટરર ફાઈનાન્સિંગને રોકવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંથી સંતુષ્ટ છે. એફએટીએફના ચાલુ સત્ર દરમિયાન આજે પેરિસમાં આ વાતને લઈ એલાન થઈ શકે છે. જૂન 2018માં પાક પહેલીવાર એફએટીએફની ગ્રે લિસ્ટમાં આવ્યું હતું અને તેને 15 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં પાકથી 27 પોઈન્ટના એક્શન પ્લાન લાગૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ પ્લાનને સફળતાપૂર્વક અપનાવવામાં નિષ્ફળ રહેતા પાકિસ્તાનને નૉર્થ કોરિયા અને ઈરાનની જેમ બ્લેક લિસ્ટ કરવામા ંઆી કે છે.
પાકિસ્તાનના મોટાભાગના વાયદા પૂરા
આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન આવી રીતે જો ગ્રે લિસ્ટમાં રહે છે તો પછી પીએમ ઈમરાન ખાન માટે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને વર્લ્ડ બેંકથી દેશ માટે ફંડ એકઠું કરવાની સમસ્યાનું સમાધાન થઈ જશે. આ અઠવાડિયે પેરિસમાં 206 દેશોના પ્રતિનિધિઓની મીટિંગ શરૂ થઈ હતી. છ દિવસની આ મીટિંગમાં વૈશ્વિક સુરક્ષા માટે આતંકવાદ, અપરાધ અને ટેરર ફાઈનેન્સિંગથી નિપટવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના પ્રતિનિધિમંડળની આગેવાની આર્થિક મામલાના મંત્રી હમાદ અઝહર કરી રહ્યા છે. અઝહર મુજબ પાકિસ્તાન 27માંથી 20 પોઈન્ટ લાગૂ કરવામાં સફળ રહ્યું. એફએટીએફ, જેની આગેવાની ચીન કરી રહ્યું છે, તેણે પણ પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલ પગલાં પર સંતુષ્ટી જતાવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
