AI ને લઈને એલોન મસ્કનું મોટુ નિવેદન, કહ્યું- ભવિષ્યમાં માત્ર ડ્રોનથી યુદ્ધ લડાશે
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. હમણા હમણા સુધી માત્ર સાદા મોબાઈલ ફોન સુધી પહોંચેલી ટેકનોલોજી હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી પહોંચી ગઈ છે. હવે એલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
એલોન મસ્કએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા નિયંત્રિત ડ્રોનના મોટા પાયે ઉત્પાદનને લઈને ચેતવણી આપી છે. એલોન મસ્કે કહ્યું કે, AI કંટ્રોલ સશસ્ત્ર ડ્રોનનું નિર્માણ ભવિષ્યની અથડામણોને ડ્રોન યુદ્ધમાં ફેરવશે.

લંડન ખાતે વોલ સ્ટ્રીટ જર્નલની સીઈઓ કાઉન્સિલ સમિટમાં વર્ચ્યુઅલ રીતે વાત કરતા AI ટેક્નોલોજીને લઈને મસ્કે મોટી વાત કરી. તેમણે કહ્યું કે, આપણે જે કંઈ કરીએ છીએ તેના માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જરૂરી નથી. એલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને બે ધારી તલવાર ગણાવી છે.
એલોન મસ્કે કહ્યું કે, જો તમારી પાસે કોઈ જીન્ન છે જે તમને કંઈપણ આપી શકે તો તે ખતરો છે. તેમણે કહ્યું કે, દુનિયાભરની સરકારો કંઈપણ બનાવતા પહેલા AI થી હથિયારો વિકસાવશે. ભવિષ્યમાં સરહદ પર સૈનિકો ઓછા અને ડ્રોન વધુ હશે.
એલોન મસ્કે AI ને લઈને ચેતવણી આપતા કહ્યું કે, યુદ્ધના મેદાનમાં AI સંચાલિત શસ્ત્રો ધરાવતો માનવી કોઈપણ સામાન્ય માનવી કરતાં વધુ ઝડપથી પ્રતિક્રિયા આપી શકે છે. અદ્યતન દેશ અને ન્યૂનતમ ડ્રોન ક્ષમતા ધરાવતા દેશ વચ્ચેનું ભવિષ્યનું કોઈપણ યુદ્ધ માત્ર ડ્રોન યુદ્ધ હશે. મસ્કે એઆઈને માનવતાના અસ્તિત્વ માટેના સૌથી મોટા જોખમોમાંથી એક ગણાવ્યું.
એલોન મસ્કને 10 વર્ષ પછીની ટેકનોલોજી વિશે સવાલ કરાતા તેમણે જવાબમાં કહ્યું કે, તે સકારાત્મક અથવા નકારાત્મક બંને હોઈ શકે છે. તે અવિશ્વસનીય છે, તેમાં મોટી સંભાવના છે, પરંતુ તેની સાથે મોટો ભય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
