YouTube ને ટક્કર આપવાની તૈયારીમાં એલોન મસ્ક, જાણો શું હશે તેની નવી X TV App?
એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યા બાદ હવે યુટ્યુબને ટક્કર આપવાની તૈયારી કરી છે. એલોન મસ્ક બહુ જલ્દી એક્સ બોક્સ ટીવી એપ લોંચ કરવા જઈ રહ્યો છે.
X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂંક સમયમાં યુઝર્સ માટે હાઈ ક્વોલિટી વિડિઓ અપલોડ કરવા માટે એક ટીવી એપ્લિકેશન લોન્ચ કરશે. સીઈઓ લિન્ડા યાકારિનોએ આ જાહેરાત કરી છે.

X TV એપનું યુઝર ઈન્ટરફેસ YouTube જેવું જ હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં યાકારિનોએ કહ્યું કે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી X બધું જ બદલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં અમે X TV એપથી તમારા સ્માર્ટ ટીવીમાં રિયલ ટાઈમ કન્ટેન્ટ લાવીશું. મોટી સ્ક્રીન પર ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇમર્સિવ મનોરંજન અનુભવ માટે આ તમારૂ મનપસંદ સાથી હશે. વપરાશકર્તાઓ ટ્રેન્ડિંગ વિડિયો એલ્ગોરિધમ્સ, AI-સંચાલિત વિષયો, ક્રોસ-ડિવાઈસ અનુભવ, વધુ સારી વિડિઓ સર્ચ, સરળ કાસ્ટિંગ અને વ્યાપક ઉપલબ્ધતાની અપેક્ષા રાખી શકે છે.
યાકારિનોએ કહ્યું કે, અમે તમને અપડેટ રાખીશું અને કૃપા કરીને તમારા વિચારો શેર કરો. અમે અમારી કમ્યુનિટી માટે X માં ફેરફારો કરતા રહીએ છીએ. ટ્રેન્ડિંગ વિડિયો એલ્ગોરિધમ વપરાશકર્તાઓને લોકપ્રિય સામગ્રી દ્વારા અપડેટ કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે.
એક X વપરાશકર્તાએ કહ્યું કે, ક્રિએટર માટે વિડિયો પ્લેલિસ્ટ/ઇન્ડેક્સ હોય તો સારું રહેશે, જેથી અમે અમારી પોતાની પ્લેલિસ્ટ બનાવી શકીએ.
અન્ય એક યુઝરે લખ્યું કે, ઘણા યુઝર્સ અલગ-અલગ પ્રકારના વીડિયો પોસ્ટ કરે છે અને 30-સેકન્ડની ન્યૂઝ ક્લિપ જેના પર તેઓ કોમેન્ટ કરી રહ્યાં છે તેના ઓરિજિનલ કન્ટેન્ટને અલગ કરવા માગે છે. આનાથી દર્શકોને તેમના ક્યુરેટેડ વીડિયો જોવામાં મદદ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
