Dawood Ibrahim Dead : દાઉદને કરાચીમાં દફનાવાયો? જાણો કોણ કરી રહ્યું છે દાવો અને કેટલો સાચો?
ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ દાઉદ ઈબ્રાહિમની ઝેર આપીને હત્યા કરાઈ હોવાના અહેવાલો બાદ હવે દાવો કરાઈ રહ્યો છે કે તેને કરાચીમાં દફનાવી દેવાયો છે.
1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ હવે આ દુનિયામાં નથી. અહેવાલો અનુસાર, રવિવારે પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.

કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કરાચીની હોસ્પિટલમાં તેના મૃત્યુ પછી મૃતદેહને કરાચીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાન જાહેરમાં દાઉદ ઈબ્રાહિમના મૃત્યુના સમાચાર સ્વીકારે તેવી કોઈ શક્યતા નથી. ઘણા પાકિસ્તાની પત્રકારો કહી રહ્યા છે કે દાઉદ ઈબ્રાહિમનું કરાચીની આગા ખાન હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ઝેર અપાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દાવા અનુસાર, કરાચીની આગા ખાન હોસ્પિટલથી પાંચ વાહનોના કાફલામાં એક શબને કરાચીના કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યુ અને તે મૃતદેહ દાઉદ ઈબ્રાહિમનો હતો અને તેને દફનાવવામાં આવ્યો.
આ સિવાય અહેવાલ એવા પણ છે કે દાઉદ ઈબ્રાહિમના નજીકના મિત્ર અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદને સાવચેતીના પગલા તરીકે નજરકેદમાં રાખવામાં આવ્યા છે, જેથી આ મામલો સાર્વજનિક ન થઈ શકે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગઈકાલથી પુરા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને હાલમાં કોઈને ખબર નથી કે પાકિસ્તાન શું છુપાવી રહ્યું છે. પાકિસ્તાનમાં તમામ સોશિયલ મીડિયા વેબસાઇટના સર્વર ડાઉન છે.
આ અહેવાલોની પુષ્ટિ ન કરવાનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાન તેના મૃત્યુને ક્યારેય સ્વીકારશે નહીં. તે કહે છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં નથી.
જો કે, આ વર્ષે જાન્યુઆરીમાં અહેવાલો હતા કે દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને કહ્યું હતું કે દાઉદ કરાચીમાં રહે છે અને તેણે બીજા લગ્ન કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
