બ્રાઝીલમાં ચક્રવાતને પગલે 11નાં મોત, 20 લોકો લાપતા
બ્રાઝીલના દક્ષિણી રાજ્ય રિયો ડી જેનેરા ગ્રાંડે ડો સુલમાં ચક્રવાતના કારણે 11 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 20 લોકો લાપતા થઇ ગયા છે. આ ચક્રવાતના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.
જે વિસ્તારોમાં પૂર જેવા હાલાત છે ત્યાં હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લાપતા લોકોની તલાશ કરવામાં આવી રહી છે. ચક્રવાતથી કારા શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે, અહીં 8000 લોકો આ ચક્રવાતથી પ્રભાવિત થયા છે.

રિયો ડી જેનેરા ગ્રાંડે ડો સુલના ગવર્નર એડૂરાડો લીટેએ કહ્યું કે અમારા માટે કારામાં ચિંતાજનક પરિસ્થિતિ થઇ ગઇ છે. વ્યવસ્થિત રીતે અમે આ પ્રભાવિત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ તો જરૂરી છે.
પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે શુક્રવારે રાતે મૈકીનમાં ભારે વરસાદ થયો, અતિ વરસાદના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. કેટલાય સ્થાનિક લોકો તેનાથી પ્રભાવિત છે, તેમણે આઉટડો સ્પોર્ટ્સ સેંટરમાં શરણ લઇ રાખી છે. પ્રશાસન તરફથી કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતાવણી જાહેર કરવામમાં આવી છે.
પાછલા બે દિવસમાં પ્રશાસને 2400 લોકોના રેસ્ક્યૂ કર્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય લોકોનો જીવ બચાવવાનો છે. જે લોકો ફસાયા છે તેમની મદદ માટે અમે કામ કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, લાપતા લોકોની તલાશ ચાલી રહી છે, તેમને તથા તેમના પરિવારના લોકોને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જણાવી દઈએ કે બ્રાઝિલમાં ખતરનાક પૂર સામાન્ય વાત છે, પાછલા કેટલાક દશકમાં આ સમસ્યાને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
