Coronavirus: વુહાનની લેબમાં નથી બન્યો, ચીનના દાવા પર દુનિયાને વિશ્વાસ કેમ નથી થઈ રહ્યો
Coronavirus: વુહાનની લેબમાં નથી બન્યો, ચીનના દાવા પર દુનિયાને વિશ્વાસ કેમ નથી થઈ રહ્યો
નવી દિલ્હીઃ એવી કેટલીય સ્ટડી સામે આવી છે, જેના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ ચીનના વૈજ્ઞાનિકોના દિમાગની ઉપજ નથી. બલકે આ પ્રાકૃતિક રૂપે પેદા થયેલ એક બહુ તેજીથી સંક્રમિત થનાર જીવલેણ વાયરસ છે. પરંતુ દુનિયાભરના લોકો અને રાજનીતિજ્ઞોને હવે આ દાવા પર વિસ્તાશ નથી થઈ રહ્યો. બલકે હાલની સ્થિતિએ તો ચીન પર શક વધુ પેદા કરી દીધો છે, જે આજે આખા યુરોપ, અમેરિકા સહિત હવે ચીન અને કોરિયા જેવા દેશોને છોડી બાગકી લગભગ આખી દુનિયામાં કહેર વરસાવી રહ્યો છે.

ચીન પર વિશ્વાસ કેમ નથી થઈ રહ્યો?
યૂરોપીય મીડિયામાં આ ચર્ચા સામાન્ય છે કે યૂનાઈટેડ કિંગડમના મંત્રી હજીપણ આ માનવા માટે તૈયાર નથી કે કોરોના વાયરસ વુહાનના લેબથી નથી નીકળ્યો. એક અંગ્રેજી અખબારે દાવો કર્યો કે બ્રિટેનના બોરિસ જૉનસન સરકારના એક મહત્વના સભ્યએ કહ્યું કે સરકારના મહત્વના લોકો કોરોના વાયરસના પ્રાકૃતિક રૂપે પેદા થનાર દાવા પર સવાલ તો નથી ઉઠાવી રહ્યા પરંતું તે આ વાયરસને વુહાનની લેબમાં પેદા કરાયો હોવાની સંભાવનાને ફગાવતું પણ નથી. આ જાણકારી બ્રિટેનના હાઈપ્રોફાઈલ કોબરાના સભ્યના માધ્યમથી મળી છે, જે જૉનસન કેબિનેટના ઈમરજન્સી કમિટીની બ્રિફિંગ રૂમ (કોબરા) સાથે જોડાયેલ છે. કોબરાના એક સબ્ય મુજબ વાયરસની પ્રકૃતિને જોતા એક વિશ્વસનીય વૈકલ્પિક દ્રષ્ટિકોણ છે. કદાચ વુહાનના પ્રયોગશાળા વાળી વાત માત્ર સંયોગ નથી. જેને નકારી ના શકાય.

કેટલાક વૈજ્ઞાનિકોએ લેબ વાળો દાવો ફગાવી દીધો હતો
જણાવી દઈએ કે કોરોના વાયરસના પ્રયોગશાળાથી ફેલાવવાનો દાવો ત્યારથી જ શરૂ થયો હતો, જ્યારેથી આ સંક્રમણ ફેલાવવું શરૂ થયું. કેટલાક લોકોનું માનવું હતું કે આ વાયરસ વુહાનના ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજીથી દુર્ઘટનાગ્રસ્ત લીક થઈ ગયો, જે બદાનમ હૂનાના સીફૂડ માર્કેટથી માત્ર 10 મીલની દૂરી પર જ આવેલ છે. જો કે બાદમાં કેટલાક વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના વુહાનની પ્રયોગશાળાથી નીકળવાના દાવાને માત્ર અફવા ગણાવી હતી. લૈનસેટ પર જાહેર નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ-19 વિશે ષડયંત્ર અંતર્ગત ખોટી જાણકારી અને અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ પ્રાકૃતિક રૂપે પેદા થયેલ વાયરસ નથી.

અમેરિકા અને ચીનમાં થઈ ગઈ તૂતૂ મેમે
જણાવી દઈએ કે યૂનાઈટેડ કિંગડમ પહેલા અમેરિકા તરફથી પણ કોવિડ-19ને લઈ ચીનને નિશાના પર લેવામાં આવી ચૂક્યા છે. ખુદ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આને ચાઈનીઝ વાયરસ કહીને પુકારી ચૂક્યા છે. જેને લઈ બંને દેશના નેતાઓમાં તૂતૂ મેમેની નોબત આવી ચૂકી છે. ચીને તો ખુદ અમેરિકી સેના પર જ ચીનના વુહાનમાં વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો હતો અને આના માટે અમેરિકાથી ઉલટી સફાઈ માંગી લીધી હતી. વિવાદ વધવા પર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રિયેને નિવેદન આપવું પડ્યું કે ચીને શરૂઆતમાં જાણકારી છૂપાવી, જેણે હાલાતને વધુ બગાડી દીધા. તેમના મુજબ આ વાયરસ અમેરિકામાં પેદા થયો, આ વુહાનમાં પેદા થયો.

સ્ટડીમાં શું દાવો કરવામાં આવ્યો?
જો કે કેટલાય પ્રકારની તપાસ બાદ કેટલાક વૈજ્ઞાનિક દાવા કરી ચૂક્યા છે કે આ વાયરસ સંપૂર્ણ પણે નેચરલી વિકસિત થયો અને આ પ્રયોગશાળામાં તૈયાર વાયરસ નથી. ફેબ્રુઆરીમાં એક સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે કોરોના વાયરસમાં જે જેનેટિક તત્વ રહેલું છે, તે ચામાચિડીયામાં પ્રાકૃતિક રૂપે મળે છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેશક કોવિડ-19 પ્રયોગશાળના જારથી નથી નિકળ્યું. તેમણે આઈએનએના સીક્વેંસના આધારે દાવો કર્યો હતો કે આ વાયરસ ચામાચીડિયાના કોઈ બીજા જીવ દ્વારા વુહાનના સી ફુડ માર્કેટમાં પહોંચી ગયો. વધુ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે કોરોના વાયરસની ઉપરી સપાટી પર જે સ્પાઈક્સ હાજર ચે, જેને પગલે આ એટલી તેજીથી ફેલાય છે, તેવું માણસ વિકસિત નથી કરી શક્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
