આ દેશોમાં એક સપ્તાહની અંદર આવી શકે છે કોરોનાની ઘાતક લહેર, ચેતવણી જાહેર
કોરોના મહામારીના કેસોમાં ઘટાડા બાદ બે વર્ષ પછી લોકોએ હજુ માંડ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે.
કોરોના મહામારીના કેસોમાં ઘટાડા બાદ બે વર્ષ પછી લોકોએ હજુ માંડ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. યુરોપિયન મેડિસિન એજન્સી(EMA)એ ચેતવણી આપી છે કે કોવિડની ખૂબ જ ખતરનાક લહેર આવવાની છે. એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે યુરોપમાં કોવિડની નવી લહેર એક સપ્તાહની અંદર આવી શકે છે. આરોગ્ય એજન્સીએ ચેતવણી પણ આપી હતી કે રસીઓની સપ્લાયની સરખામણીમાં વાયરસના નવા વેરિઅંટ વધુ ઝડપથી સામે આવી રહ્યા છે.

યુરોપિયન યુનિયન તરફથી કહેવામાં આવ્યુ છે કે કોવિડ મહામારી હજુ સમાપ્ત થઈ નથી. દરેક વ્યક્તિએ કોરોનાના નિયમોનુ સંપૂર્ણ પાલન કરવુ પડશે. સાથે જ સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. લોકોને કોરોના પ્રોટોકોલનુ પાલન કરવામાં બેદરકારી ન રાખવા માટે કહેવામાં આવ્યુ છે. વેક્સીન સ્ટ્રેટેજીના પ્રમુખ ડૉ. માર્કો કેવેલરીના જણાવ્યા મુજબ યુરોપિયન યુનિયન અને યુરોપિયન ઇકોનોમિક એરિયાના ઓછામાં ઓછા પાંચ દેશોમાં ગયા અઠવાડિયે ઓમિક્રોનના નવા વેરિઅંટની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી એક BQ.1 તરીકે ઓળખાતો હતો. ECDCના ડૉ. માર્કો કેવેલરીના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆત વચ્ચે ભારે વિનાશની અપેક્ષા છે. તેમણે કહ્યુ કે આ નવી લહેર ઘણી ઘાતક સાબિત થઈ શકે છે.
આ દરમિયાન રાહતની વાત એ છે કે કોવિડ સામે લડવામાં રસી હજુ પણ અસરકારક છે. આરોગ્ય એજન્સીએ કહ્યુ કે રસીઓ કોવિડ સામે અસરકારક છે. વધુમાં યુરોપિયન આરોગ્ય સત્તાવાળાઓએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે રસી લેવા જણાવ્યુ છે. આ શિયાળામાં આ વાયરસ ફેલાઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ યુએસમાં તબાહી મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ પણ જણાવ્યુ છે કે BQ.1.1 સબવેરિયન્ટ ઓછામાં ઓછા 29 દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
