કોરોના ફેલાવનારી ચીનની વુહાન લેબ ફરીથી ચર્ચામાં, જાણો આ વખતે શું બનાવ્યુ?
દુનિયાભરમાં કોરોના ફેલાવનારુ ચીન તેની હરકતોથી દુનિયાને ખતરામાં મુકતું આવ્યુ છે. હવે ફરીથી ચીનની વુહાન લેબ ફરીથી ચર્ચામાં આવી છે.
દુનિયાભરમાં ચર્ચા થઈ હતી કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ દુનિયામાં ફેલાયો છે. હવે આ લેબે ફરીથી કઈંક એવુ બનાવ્યુ છે જેને દુનિયાને ડરાવી છે.

જણાવી દઈએ કે, એક રિસર્ચમાં ખુલાસો થઈ રહ્યો છે કે હવે ચીનની વુહાન લેબમાંથી એક અન્ય વાયરસ બહાર આવ્યો છે. એક સંશોધનમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે પોલિયોનો અત્યંત વિકસિત સ્ટ્રેન આ જ લેબમાંથી લીક થયો છે.
2014માં ચીનના અનહુઈ પ્રાંતમાં 4 વર્ષનો બાળક આ વાયરસથી સંક્રમિત થયો હતો. આ લેબનું નામ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી છે અને અમેરિકન એજન્સી FBIનું માનવું છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ પણ આ લેબમાંથી જ થઈ છે.
ફ્રાન્સની પૈશ્ચર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે WIV14 નામના પોલિયો વાયરસનો સ્ટ્રેન 99 ટકા જનીન સાથે સંબંધિત છે, જે વુહાનની લેબોરેટરીમાં એકત્રિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસે ચીનની પ્રયોગશાળાઓમાં સલામતી પ્રોટોકોલને લગતા નવા પ્રશ્નો અને ચિંતાઓને જન્મ આપ્યો છે.
કોવિડ-19 રોગચાળામાં તેની શંકાસ્પદ ભૂમિકાને કારણે ચીનની પ્રયોગશાળાઓ પહેલેથી જ શંકાના દાયરામાં છે. હવે આ નવા સંશોધન બાદ ચીનની પ્રયોગશાળાઓ પર શંકા વધી રહી છે.
જણાવી દઈએ કે, આ રિસર્ચ પોલિયોના WIV14 સ્ટ્રેન સાથે સંબંધિત છે, જેને 2014માં એક બાળકના સેમ્પલમાં પહેલીવાર ઓળખવામાં આવી હતી. તે સમયે, અન્હુઇમાં હાથ, પગ અને મોંના રોગના પ્રકોપ દરમિયાન આ બાળકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક બાળકમાં WIV14 મળી આવ્યા બાદ વૈજ્ઞાનિકોને ભારે આશ્ચર્ય થયું હતું.
આનુવંશિક પૃથ્થકરણથી જાણવા મળ્યું કે WIV14 સ્ટ્રેઈન સોકેટ એ સ્ટ્રેન જેવો જ છે જે 1950ના દાયકામાં વિકસાવવામાં આવ્યો હતો. જો કે તેનો ઉપયોગ રસીના ઉત્પાદનમાં થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
