ચીન અને અમેરિકાના સંબંધોમાં નવો વળાંક, આતંક સામે આવ્યા સાથે
વોશિંગ્ટન, 3 ઓક્ટોબર: ગયા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી અને આતંકવાદ પર સાથે મળીને લડવાની વાત બંને દેશો તરફથી કરવામાં આવી.
હવે ચીને પણ અમેરિકાની સાથે મળીને આતંકવાદની સામે લડવાની વાત કરી છે. ચીન તરફથી અમેરિકાની સામે વ્યક્ત કરવામાં આવેલી ઇચ્છા ખૂબ જ ચોંકાવનારી છે કારણ કે ચીન અને અમેરિકાના સંબંધો જગજાહેર છે.
વિશ્લેષકો અનુસાર બની શકે છે કે ચીન, નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની વચ્ચે ગયા અઠવાડીયે આવેલી નીકટતાથી ખૂબ જ પરેશાન હતું. આના કારણે તેણે અમેરિકા સાથે પોતાની આ ઇચ્છા જાહેર કરી હોય. જોકે ચીન પણ છેલ્લા લગભગ ત્રણ વર્ષોથી બ્લાસ્ટ અને આ પ્રકારની આતંકી ગતિવિધિયોથી પીડાઇ રહ્યું છે.

પેંટાગનમાં અમેરિકન રક્ષામંત્રી ચુક હેગલ સાથે મુલાકાત દરમિયાન વાંગે જણાવ્યું કે બંને પક્ષોને એશિયા પ્રશાંત વિસ્તારમાં સકારાત્મક વાતચીત અને સહયોગ કરવો જોઇએ.
તેમણે જણાવ્યું કે ચીન એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાના પરંપરાગત પ્રભાવ અને વાસ્તવિક હિતોનું સન્માન કરે છે અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં તેની સકારાત્મક ભૂમિકાનું સમર્થન કરે છે, જ્યારે અમેરિકાને વિસ્તારમાં ચીનની હેસિયત અને પ્રભાવનું સન્માન કરવું જોઇએ. આ સુસંગત વિકાસ અને વૈધાનિક અધિકાર માટે જરૂરી છે.
વાંગે જણાવ્યું કે ચીનને આશા છે કે અમેરિકા યોગ્ય રીતે તે મુદ્દાઓને જોશે જે ચીન-અમેરિકાના સંબંધોની માર્ગમાં અડચણ બની રહ્યા છે. એવા મુદ્દાઓમાં તાઇવાનને હથિયારોનું વેચાણ અને અમેરિકાના યુદ્ધપોત અને સેનાના વિમાન દ્વારા ચીનની જાસૂસી કરવાનો સમાવેશ થાય છે.
ચીનના વિદેશમંત્રીએ બંને દેશોની વચ્ચે સંબંધો અને સૈન્ય સંબંધોને આગળ વધારવામાં હેગલની ભૂમિકાની સરાહના કરી છે.
બીજી તરફ ચીનના પીપલ્સ રિપબ્લિક સ્થાપનાની 65મી વર્ષગાંઠ પર શુભેચ્છા આપતા હેગલે જણાવ્યું કે અમેરિકા અને ચીન ભાગીદાર છે, પ્રતિદ્વંધી નથી,અને બંને દેશોમાં આંતરિક મતભેદથી ઘણું વધારે સંયુક્ત હિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
