China Taiwan War: તાઈવાનને ચીને ચારેતરફથી ઘેર્યું, શું દુનિયામાં શરૂ થશે વધુ એક યુદ્ધ?
China Taiwan War: હાલ વિશ્વમાં ઈઝરાયેલ-ઈરાન અને રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. જે કારણે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધની અસર વિશ્વ પર પડી રહી છે. આ વચ્ચે હવે ચીન અને તાઈવાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે.
ચીન દ્વારા સોમવારના રોજ તાઈવાન અને તેના ટાપુઓની આસપાસ મોટી સંખ્યામાં સેના અભ્યાસ કરવાના બહાને ઘેરી લેવામાં આવ્યું છે. આ સાથે તાઈવાનના સ્વતંત્રતાની માંગ સામે ચેતવણી આપવામાં આવી છે. જે કારણે હવે દુનિયામાં ત્રીજુ યુદ્ધ શરૂ થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ લશ્કરી કવાયત તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે દ્વારા બેઈજિંગની માંગણીઓ સ્વીકારવાનો ઈન્કાર કરવાના જવાબમાં કરવામાં આવી હતી.
જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાઈવાન પોતાને કમ્યુનિસ્ટ પાર્ટીના શાસન હેઠળ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાનો એક ભાગ માને છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા ચીની સૈનિકોની સૈન્ય કવાયતને ઉશ્કેરણીજનક ગણાવવામાં આવી હતી. આ સાથે કહેવામાં આવ્યું હતું કે, તેની સેના જવાબ આપવા માટે તૈયાર છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા વરિષ્ઠ નેવી કેપ્ટન લી ઝીએ જણાવ્યું હતું કે, નૌકાદળ, આર્મી એરફોર્સ, મિસાઈલ કોર્પ્સ તમામ સૈન્ય કવાયત માટે એકત્ર કરવામાં આવ્યા હતા.
લીએ સાર્વજનિક મીડિયા ચેનલ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન કરનારાઓ માટે આ એક મોટી ચેતવણી છે અને આપણા રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું રક્ષણ કરવાના અમારા સંકલ્પનું પ્રતીક છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ વર્ષે મે મહિનામાં, પ્રોગ્રેસિવ પાર્ટીના લાઈ ચિંગ-તે, જેને ચીન અલગતાવાદી નેતા માને છે, તે તાઈવાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે.
લાઈ ચિંગ-તે તાઈવાનને ચીન સાથે જોડવાના કોલને સ્પષ્ટપણે નકારી કાઢે છે, જ્યારે ચીન નિયમિતપણે કહે છે કે, તાઈવાનની સ્વતંત્રતા એ ડેડ એન્ડ છે અને બેઇજિંગ દ્વારા જોડાણ એ ઐતિહાસિક અનિવાર્યતા છે.
શું છે તાઈવાન અને ચીન વચ્ચે વિવાદ?
લગભગ સાત દાયકા પહેલા, ચીનના ગૃહયુદ્ધ દરમિયાન, સામ્યવાદી પક્ષે લોકશાહી પક્ષોને હરાવ્યા હતા અને પરાજય પામેલા લોકશાહી નેતાઓ તાઈવાન ટાપુ પર ભાગી ગયા હતા.
તાઇવાન 1990 ના દાયકામાં સરમુખત્યારશાહી શાસનમાંથી લોકશાહીમાં પરિવર્તિત થયું અને હવે યુએસ સ્થિત નોન-પ્રોફિટ ફ્રીડમ હાઉસ દ્વારા એશિયાના સૌથી મુક્ત અધિકારક્ષેત્રોમાંના એક તરીકે સ્થાન મેળવ્યું છે.
જોકે, ચીનની સરમુખત્યારશાહી કમ્યુનિસ્ટ પાર્ટી તાઈવાન પર દાવો કરવાનું ચાલુ રાખે છે. ચીન કહે છે કે, તાઈવાન ચીનનો ભાગ છે, અને તે તાઈવાનને જોડવા માટે બળનો ઉપયોગ કરવો પડે તો પણ તે પાછળ નહીં આવે.
The #PLA Eastern Theater Command conducted the "Joint Sword-2024B" drills around #Taiwan island on Monday, and released an animated video illustrating that "the more provocations, the tighter the stranglehold." pic.twitter.com/8WZtJNxsrj
— Global Times (@globaltimesnews) October 14, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
