કોકો આઇલેન્ડ પર ચીને બનાવ્યો જાસૂસીનો અડ્ડો, ભારતે નારજગી વ્યક્ત કરી, કેમ એક્શન નથી લઇ રહ્યું મ્યાનમાર?
ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે કોકો આઇલેન્ડ ફરી એકવાર સમાચારોમાં છે. મ્યાનમારે ચીનને કોકો ટાપુઓમાં મોનેટરિંગ અને સર્વેલન્સ સુવિધા સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. ભારત સરકારે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતે મ્યાનમાર સરકારને ભારતથી માત્ર 60 કિમી દૂર સ્થિત કોકો દ્વીપ પર ચીનની ગતિવિધિઓને રોકવા માટે કહ્યું છે. કોકો દ્વીપ પર અત્યાર સુધી એરસ્ટ્રીપ અને કેટલાક અન્ય નિર્માણ કાર્ય પણ કરવામાં આવ્યા છે. ચીનના જહાજો અહીં ઘણી વખત જોવા મળ્યા છે.
તમને જણાવી દઈએ કે કોકો આઈલેન્ડથી કોઈપણ સમયે ભારતના પૂર્વ કિનારા પર નજર રાખી શકાય છે. ચીન આ વિસ્તારમાં સ્થિત ઓડિશામાં બાલાસોર ટેસ્ટ રેન્જ તેમજ વિશાખાપટ્ટનમ શહેરની દક્ષિણે પૂર્વી સમુદ્રતટ પર સ્થિત વ્યૂહાત્મક સંપત્તિઓથી ભારતના મિસાઇલ પ્રક્ષેપણને ટ્રેક કરી શકે છે.

2 મહિના પહેલા, ભારતે મ્યાનમારને કેટલીક સેટેલાઇટ તસવીરો પણ શેર કરી હતી, જેમાં કોકો પર ચાલી રહેલી ગતિવિધિઓ દેખાઈ રહી છે. જે બાદ મ્યાનમારની સૈન્ય સરમુખત્યાર સરકારે કોકો ટાપુઓ પર ચીનની કોઈપણ ગતિવિધિઓને નકારી કાઢી હતી. જો કે, ભારત સરકાર નેપીડૉ તરફથી મળેલા જવાબોથી સંતુષ્ટ નથી.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પ્રથમ દૃષ્ટિએ, મ્યાનમારના લશ્કરી શાસકોએ એ વાતનો ઈન્કાર કર્યો છે કે રનવેના વિસ્તરણ, આશ્રયસ્થાનોનું નિર્માણ, મોનિટરિંગ સ્ટેશનોની સ્થાપના અથવા કોકો ટાપુઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ચીનની કોઈ ભૂમિકા હતી.
એવું માનવામાં આવે છે કે મ્યાનમારની સૈન્ય સરકાર ચીનથી સાવચેત છે પરંતુ તેને નારાજ કરવાના પક્ષમાં નથી. જંટા પાસે બેઇજિંગનો સાથ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. ફેબ્રુઆરી 2021 માં, મ્યાનમારની સેનાએ દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ કરી અને બળવો કર્યો હતો.
આર્મી જનરલ મીન આંગ હલાઈંગે 2020ની ચૂંટણીમાં ગેરકાનૂની હોવાનો આક્ષેપ કર્યો હતો અને આંગ સાન સુ કીને કસ્ટડીમાં લીધા હતા. આ પછી, પશ્ચિમે લશ્કરી શાસનને અસ્પૃશ્ય જાહેર કર્યું, જ્યારે ચીને તેનું સમર્થન કર્યું.
આવા સમયે માત્ર ચીન જ મ્યાનમારને મદદ કરી રહ્યું છે. ચીને મ્યાનમારને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની મદદ આપી છે. તે જ સમયે, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર બનાવવા માટે બાંગ્લાદેશની સાથે બેલ્ટ રોડ પહેલમાં નાયપીડોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, નેશનલ સિક્યુરિટી પ્લાનર્સ અને ઉપગ્રહની ઉપલબ્ધ તસવીરો દર્શાવે છે કે કોકો ટાપુ પર રનવેનો વિસ્તાર કરવામાં આવ્યો છે, તેમજ લગભગ 1500 સૈન્ય કર્મચારીઓ સાથે નવા શેડ/બેરેકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ કોકોમાં ચીની જાસૂસીની હાજરીને પ્રકાશિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. ભારત વિશાખાપટ્ટનમથી માત્ર 50 કિમી દૂર રામબિલ્લી ખાતે તેના નવનિર્મિત નેવલ બેઝ પર તેની પરમાણુ સબમરીનની હિલચાલની જાસૂસી અંગે ચિંતિત છે. ભારતની બેલિસ્ટિક મિસાઈલ ફાયરિંગ સબમરીન તેના પૂર્વ બોર્ડ પર હાજર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
