સિરીયામાં રાસાયણિક હુમલામાં 1300નાં મોત
દમાસ્કસ, 22 ઓગસ્ટ : મધ્ય પૂર્વમાં આવેલા સિરિયામાં ગઇ કાલે બળવાખોર જૂથ દ્વારા કરવામાં આવેલા કહેવાતા રાસાયણિક હુમલાએ અત્યાર સુધીમાં 1300થી વધારે લોકોના જીવ લીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સિરીયામાં વિરોધ પક્ષના સમર્થનવાળા બે જૂથે દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસાદના સરકારી દળોએ 21 ઓગસ્ટે વહેલી સવારે પાટનગર દમાસ્કસ નજીકના એક સ્થળે ઝેરી ગેસવાળા રોકેટો વડે હુમલો કર્યો હતો જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. એક અહેવાલ મુજબ મૃતકોનો આંકડો 1300ને વટાવી ગયો છે.

વિરોધ પક્ષને ટેકો આપતા જૂથોએ કેટલાક કાર્યકર્તાઓને એમ કહેતા ટાંક્યા છે કે સરકારી દળોએ ઝેરી ગેસ વડે હુમલો કર્યો છે. સિરીયાની સરકારે જોકે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. બ્રિટનસ્થિત સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ સંસ્થાનું કહેવું છે કે દમાસ્કસના પૂર્વ ભાગના ઉપનગરો ઝમાલ્કા, અરબીન અને ઈન તારમામાં કરાયેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
