આજે ઉજવાય છે વિશ્વ પુસ્તક દિન

પુસ્તકોના વાંચનથી જીવનમાં નવી દ્રષ્ટિ ઉઘડે છે, અને નૂતન વિચારોના દ્વાર ખુલે છે. ભૂતકાળમાં થયેલી ઘણી રાજકીય ક્રાંતિઓના પાયામાં નવા વિચારવાળા પુસ્તકોનો મહત્તમ ફાળો હતો.
ઇ-મેઇલ અને ઇન્ટરનેટના સમયની શરૂઆતમાં એવી ભીતિ સેવવામાં આવતી હતી કે, પુસ્તક વાંચન નામશેષ થઇ જશે. પરંતુ, સમયની સારણીમાં તવાઇને પુસ્તકવાંચન વધુ સુદ્રઢ બન્યું છે.
નવી પેઢી વાંચન પ્રત્યે વધુ સજ્જ બની છે. ઘણા પુસ્તકો બેસ્ટસેલર બનતા રહયા છે, એ જ સૂચવે છે કે, વાંચનથી વિમુખ થવાને બદલે ઉલ્ટાની લોકોની વાંચન પ્રત્યેની રૂચિ વધી છે.
મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયર 23 એપ્રિલે જન્મ્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન પણ થયું હતું. આથી યુનેસ્કો દ્વારા 1925થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં "વિશ્વ પુસ્તક દિન" ઉજવવામાં આવે છે. વાચનને વરેલી ભારતીય સંસ્કૃતતિના રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે જેવા ગ્રંથો થકી પુસ્તેકોનો મહિમા આજપર્યંત જીવંત રહી શકયો છે. એવી જ રીતે, કુર્રાન, બાઇબલ, અવેસ્તાસ જેવા અન્યિ ધર્મગ્રંથો પણ પુસ્તેકોનું જ મહત્વ સાબિત કરે છે.
સ્પેનમાં આવેલા કેટેલીના પરગણાથી આ ઉજવણીની શરૂઆત થઇ હતી. વાચકો તેમના પ્રિય લેખકોને 23 એપ્રિલે ફુલોના બુકેથી નવાજતા, અને પરસ્પર પુસ્તકો ભેટ આપતા. પોતાના માનીતા લેખકો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે યુ.કે. અને આર્યલેન્ડમાં 23 એપ્રિલને બદલે પાંચમી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે. આ બંને દેશોમાં બાળકોને આ ઉજવણીમાં ખાસ સામેલ કરવામાં આવે છે. જેથી તેઓમાં નાનપણથી જ વાચન પ્રત્યે રૂચિ કેળવાય.
સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે, અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રકાશકો દ્વારા ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે જેથી વધુને વધુ લોકો પુસ્તકો ખરીદે. માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, એ જ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.
વર્ષ 2013 માટે યુનેસ્કોએ જે પુસ્તકોની યાદી જાહેર કરી છે તે આ મુજબ છે.
1. Giraffes Can't Dance: Colouring and Puzzle Fun by Giles Andreae and Guy Parker-Rees
2. Horrid Henry's Guide to Perfect Parents by Francesca Simon
3. Weird World of Wonders: Funny Inventions by Tony Robinson
4. Alfie's Shop an Alfie story by Shirley Hughes
5. Bittersweet a Chocolate Box Girls story by Cathy Cassidy
6. Best Book Day Ever! (so far) by Tom Gates
7. Ruby Redfort by Lauren Child
8. Two of Diamonds a Diamond Brothers story by Anthony Horowitz
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
