Buddhist Monastery Attack : મ્યાનમાર સેનાએ બૌદ્ધ મઠમાં લોકો પર કર્યો ગોળીબાર, 28 મોત
Buddhist Monastery Attack : શાન પ્રાંત, થાઈલેન્ડની સરહદે આવેલા રાજ્ય, બળવા બાદથી સેનાના ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યું છે. આ જ કારણ છે કે, મ્યાનમારમાં હિંસક અથડામણ સામાન્ય બની ગઈ છે.
Buddhist Monastery Attack : મ્યનમાર આર્મી દ્વારા એક બૌદ્ધ મઠ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 28 લોકો મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા હતા. મ્યાનમારના શાન રાજ્યના એક ગામમાં આ હુમલાને અંજામ આપ્યો હતો. એક વિદ્રોહી સંગઠન કારેન્ની નેશનલિસ્ટ ડિફેન્સ ફોર્સે આ અંગે દાવો કર્યો છે. મ્યાનમારમાં સેના તખ્તાપલટને બે વર્ષ થયા છે. જે બાદ પાડોશી દેશમાં સેના અને વિદ્રોહી સંગઠનો વચ્ચે સતત હિંસા થતી રહે છે. તાજેતરમાં આ લડાઇની ઘટનામાં વધારો થયો છે.

KNDFએ જણાવ્યું હતું કે, શનિવારના રોજ મ્યાનમારની સેનાએ શાન પ્રાંતના એક ગામમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં મ્યાનમારની એરફોર્સ અને સેના બંનેએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. સેનાના હુમલાથી બચવા માટે લોકો ગામના બૌદ્ધ મઠમાં છૂપાઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ સેનાએ પોતાનો જીવ ન છોડ્યો હતો.
KNDFનું કહેવું છે કે, સેનાના હુમલામાં 28થી વધુ લોકોના મોત થયા છે. મ્યાનમારના મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, સેનાએ લોકોને મઠની દિવાલની સામે ઉભા કરી દીધા અને ગોળી મારી દીધી હતી. મૃત્યુ પામનારાઓમાં આશ્રમના સાધુઓ પણ સામેલ છે.
મ્યાનમારની સેનાનો આ હુમલો એટલો નિર્દય હતો કે, ગામના ઘણા ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાન પ્રાંત થાઈલેન્ડની સરહદે આવેલું રાજ્ય છે અને તખ્તાપલટ બાદથી અહીં સેનાને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે, અહીં હિંસક અથડામણ સામાન્ય બની ગઈ છે. કારેન્ની સંગઠન સૈન્ય વિરોધી છે અને તેમનો ગઢ શાન પ્રાંતની રાજધાની નાન નેઈન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મ્યાનમારની સેના આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે.

આ યુદ્ધમાં 2900 લોકોના મોત થઇ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં વર્ષ 2021માં સેનાએ સરકારને ઉથલાવીને સત્તા પર કબ્જો કર્યો હતો. ત્યારથી દેશમાં હિંસા ચાલુ છે. આ હિંસાને કારણે મ્યાનમારમાં અત્યાર સુધીમાં 40 હજાર લોકો બેઘર થઈ ગયા છે. 80 લાખ બાળકો શાળાએ જઈ શકતા નથી અને 15 મિલિયન લોકો કુપોષિત છે. અત્યાર સુધી સત્તાવાર આંકડાઓ અનુસાર આ યુદ્ધમાં 2900 લોકોના મોત થઇ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
