બોસ્ટન બ્લાસ્ટ: 23 કલાક બાદ બીજા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

આ ધરપકડ બોસ્ટન મેરેથોન સ્થળ પર સોમવારે થયેલા બે વિસ્ફોટોના ચાર દિવસ બાદ કરવામાં આવી છે. વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા તથા 180થી વધુ લોકો ધાયલ થયા હતા. સારનાઇવને બોસ્ટનના ઉપનગર વોટરટાઉનની હોડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીએનએન ચેનલે એક અધિકારીના હવાલેથી જણાવ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી છે.
ચેનલના જણાવ્યા અનુસાર તેના કર્મચારીઓને ઘટનાસ્થળ પર ગોળીબારનો અવાઝ સંભળાયો હતો પરંતુ તે જાણી શકાયું નથી કે આ ગોળીબારી શંકાસ્પદ વ્યક્તિ દ્રારા કે અધિકારીઓ દ્રારા કરવામાં આવી છે કે પછી બંને દ્રારા કરવામાં આવી છે. આ ઉપરાત નાના ધમાકાનો અવાજ સંભળાયો હતો. અધિકારીઓએ તેને આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપ્યો હતો. વોટરટાઉનમાં પોલીસની મુઠભેડમાં તેનો ભાઇ ટૈમરલૈન સારનાઇવ મોતને ભેટ્યો હતો જ્યારે તે નાસી છુટવામાં સફળ રહ્યો હતો. અધિકારીઓએ જોખરની ધરપકડ પહેલાં તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
રૂસના વિવાદાગ્રસ્ત મુસ્લિમ વિસ્તાર ચેચન્યા નિવાસી બંને ભાઇઓનો જન્મ ક્રિર્ગીસ્તાનમાં થયો છે અને તે એક દાયકાથી અમેરિકામાં આવ્યાં હતા. નાના ભાઇને ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાનું નાગરિત્વ મળી ગયું હતું. આ અભિયાન દરમિયાન ગવર્નર ડેવૈલ પૈટરિકે શહેરના 10 લાખ લોકોને ઘરમાં તથા સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. સીએનએના જણાવ્યા મુજબ મેસાચુએટ્સ રાજ્યના પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે તપાસકર્તાઓએ ઘટનાસ્થળેથી ઘરેલૂ વિસ્ફોટક પકડી પાડ્યાં હતા. હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ વિસ્ફોટક કયા પ્રકારના છે.
સીએનએનના જણાવ્યા અનુસાર એક સૂત્રએ જણાવ્યું હતું કે ટૈમરલૈન સારનાઇવનના મોતના સમયે તેના શરીર પર વિસ્ફોટક બાંધેલા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને ભાઇઓએ મૈસાચુસેટ્સ ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના પોલીસ અધિકારી શોન કોલિયરની હત્યા કર્યા બાદ તેમની કાર ચોરી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
