Blue ghost Mission : બ્લુ ઘોસ્ટ મિશનના સોફ્ટ લેન્ડિંગે ચંદ્ર પર નવા સંશોધનોના દરવાજા ખોલ્યા
Blue ghost Mission : ચંદ્રને લઈને વૈજ્ઞાનિકો સતત નવા સંશોધનો કરી રહ્યા છે. ભારતના ચંદ્રયાન-3 મિશન બાદ હવે અમેરિકા દ્વારા પણ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.
02 ફેબ્રુઆરીએ અમેરિકન અવકાશયાન બ્લુ ઘોસ્ટે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. આ અવકાશયાન અમેરિકન પ્રાઈવેટ સ્પેસ કંપની ફાયરફ્લાય એરોસ્પેસ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.

બ્લુ ઘોસ્ટ મિશન 2 માર્ચ 2025 ના રોજ ચંદ્રના મેર ક્રિસિયમ વિસ્તારમાં મોન્સ લેટ્રેઇલ નજીક સફળતાપૂર્વક ઉતર્યું. લેન્ડિંગ પછી માત્ર 30 મિનિટમાં તેણે ચંદ્રની સપાટીનાં હાઇ-ડેફિનેશન ફોટો ધરતી મોકલ્યા. આ વૈજ્ઞાનિકો માટે મોટી ઉપલબ્ધિ છે.
આ મિશન નાસાના Commercial Lunar Payload Services (CLPS) પ્રોગ્રામ હેઠળ મોકલાયુ. મિશનનો હેતું ખાનગી કંપનીઓ સાથે મળીને ચંદ્ર સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. આ મિશન અગાઉ 2024માં થયેલા ઈન્ટ્યુટિવ મશીન્સ ઓડીસિયસ લેન્ડર ની સમસ્યાઓ સામે સંપૂર્ણપણે સફળ રહ્યું છે.
મેર ક્રિસિયમ એક 350 માઈલ પહોળો વિસ્તાર છે, જે અગાઉ જ્વાળામુખીઓથી ભરેલો હતો. આ પ્રદેશ વૈજ્ઞાનિકો માટે મહત્વનો છે, કારણ કે તેની રચના ચંદ્રના અન્ય ભાગોથી અલગ છે. આ ક્ષેત્રમાંથી મળેલાં ડેટા ચંદ્રના ભૂગર્ભીય ઇતિહાસ અને ભવિષ્યના સંશોધનો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
ફાયરફ્લાય એરોસ્પેસના સીઈઓ જેસન કિમના જણાવ્યા અનુસાર, આગામી 14 દિવસ ચંદ્ર સંશોધન માટે મહત્ત્વપૂર્ણ છે. 'બ્લુ ઘોસ્ટ તમામ 10 CLPS પેલોડ્સમાંથી મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે, જે ભવિષ્યના અવકાશયાન મિશન માટે માર્ગદર્શન આપશે.
ચંદ્ર પર 14 પૃથ્વી દિવસો દરમિયાન બ્લુ ઘોસ્ટ મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરશે, જેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સહિત ચંદ્રના ધૂળના પ્રવાહો પર વિશેષ ધ્યાન અપાશે. આ ઉપરાંત 14 માર્ચે થનારા ચંદ્રગ્રહણના ફોટો પણ લેશે.
બ્લુ ઘોસ્ટ વિશેષ્ટ મિશન છે અને તે નીચે મુજબના વૈજ્ઞાનિક પેલોડ્સ સાથે ચંદ્ર પર ઉતર્યું છે.
- ચંદ્રના આંતરિક ભાગની 700 માઈલ ઊંડાઈ સુધી તપાસ માટે વિશિષ્ટ ઉપકરણ
- પૃથ્વી અને અવકાશ હવામાન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા માટે એક્સ-રે ઇમેજિંગ કેમેરા
- ચંદ્ર પર જીપીએસ સિસ્ટમનું પરીક્ષણ
- ચંદ્રની ધૂળના ગતિશીલ અભ્યાસ માટે વિશિષ્ટ સાધનો
બ્લુ ઘોસ્ટની આ સફળતા નાસાના આર્ટેમિસ મિશન માટે પણ એક મોટી સફળતા છે. જે ભવિષ્યમાં માનવ અવકાશયાત્રીઓના ચંદ્ર યાત્રા માટે રસ્તો તૈયાર કરશે. આ અવકાશયાન દ્વારા એકત્રિત ડેટા અને ફોટો ભવિષ્યના અવકાશ સંશોધન માટે મહત્વના સાબિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
